આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે વિજાપુર તાલુકાના ગામેથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગામની દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂધની ઘટ આવતું હતી. જેથી શંકાના આધારે ડેરીના મંત્રી સહિતના કર્મચારીઓએ પ્લાન બનાવી રાત્રિના સમયે ડેરીની લાઈટો બંધ કરી અંદર બેસી ગયા હતા. જે બાદમાં મોડી રાત્રે બે ઈસમો દૂધની ચોરી કરી નીકળતા હોઈ તેમને રંગેહાથે ઝડપી પાડયા હતા. જોકે સૌથી દૂધની ચોરી કરનારા ઈસમો પૈકી એક ઈસમ તો ખુદ ડેરીના કર્મચારી હોવાનું ખુલતાં હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલે ના કર્મચારી વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામેથી દૂધ ચોરીની ઘટના સામે આવી છે. ગામની સહકારી દૂધ મંડળીમાં છેલ્લા 10 દિવસથી દૂધ ભરાવ્યાં બાદ દૂધમાં ઘટ સર્જાતી હતી. જેથી ડેરીના મંત્રીએ અન્ય બે સેન્ટરમાં તપાસ કરતા ત્યાં કોઈ પ્રકારની દૂધમાં ઘટના સર્જાતા ચોરને ઝડપવા ડેરીના મંત્રી અને અન્ય કર્મચારીએ પલાન બનાવ્યો હતો. ગત મોડી રાત્રે ડેરીના મંત્રી અને અન્ય કર્મચારીએ રાત્રે ડેરીમાં રેડ મારી ચોરને ઝડપવા માટે તૈયારી કરી હતી. જેમાં સાંજે ડેરીનું કામકાજ પતી જતા ડેરી બંધ કરી તમામ કર્મચારીઓ પોતાના ઘરે નીકળી ગયા હતા. બાદમાં ચોરને ઝડપવા ડેરીના મંત્રી અને અન્ય કર્મચારી મોડી રાત્રે ડેરીમાં ચોરને ઝપડવા માટે ડેરીમાં લાઈટો બંધ કરી બેસી રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મોડી રાત્રે ડેરીનો જ કર્મચારી રબારી હેમરાજ ડેરીના પાછળના ભાગે દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. દૂધ ચોરી કરવા આવેલો કર્મચારી પોતાની સાથે અન્ય એક ઈસમને આવેલો અને હાથમાં દૂધ ભરવા પ્લાસ્ટિકનો કેરબો લઇ ડેરીમાં પ્રવેશ કર્યો હતો. બર કુલરમાંથી કેલબમાં દૂધ ચોરી કરી બને ઈસમ બહાર જઇ રહ્યા હતા. એ દરમ્યાન બંનેને ડેરીના મંત્રી અને અન્ય ત્રણ કર્મચારીઓએ 535 રૂની કિંમતનું 15 લિટર દૂધ લઈ જતા રંગેહાથ ઝડપાયા હતા. સમગ્ર મામલે રબારી હેમરાજ અને ગોસ્વામી યોગેન્દ્ર સામે વસાઈ પોલીસ મથકે આઇપીસી કલમ 379, 114 મુજબ ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code