મહેસાણા: ONGCના ઇજનેરને આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર અપાયો

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા ONGCમાં એકઝયુકયુટીવ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીને થાઇલેન્ડમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. છેલ્લા કેટલાક સમયની સામાજીક પ્રવૃત્તિઓને ધ્યાને લઇ પુરસ્કાર અપાયો હોવાનું સામે આવ્યુ છે. થાઇલેન્ડના બેન્કોંકમાં વિશ્વના ત્રીસ દેશોમાંથી વિવિધ સામાજીક કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. જયાં થાઇલેન્ડની મહારાણીની હાજરીમાં યોજાયેલ એવોર્ડ સમારંભમાં મહેસાણા ONGCના એકઝયુકયુટીવ એન્જીનિયર વિપીન
 
મહેસાણા: ONGCના ઇજનેરને આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર અપાયો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા ONGCમાં એકઝયુકયુટીવ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીને થાઇલેન્ડમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. છેલ્લા કેટલાક સમયની સામાજીક પ્રવૃત્તિઓને ધ્યાને લઇ પુરસ્કાર અપાયો હોવાનું સામે આવ્યુ છે.

થાઇલેન્ડના બેન્કોંકમાં વિશ્વના ત્રીસ દેશોમાંથી વિવિધ સામાજીક કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. જયાં થાઇલેન્ડની મહારાણીની હાજરીમાં યોજાયેલ એવોર્ડ સમારંભમાં મહેસાણા ONGCના એકઝયુકયુટીવ એન્જીનિયર વિપીન ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિપિનના અનેકવિધ સામાજીક-આર્થિક યોગદાનના કાર્યો બદલ આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. થાઇલેન્ડમાં યોજાયેલ કોન્ફરન્સમાં વિશ્વના ત્રીસ જેટલા દેશોના લોકોએ ભાગ લીધો હતો.

એવોર્ડ બાદ વિપીન ભારતીયએ જણાવ્યું હતુ કે, થાઇલેન્ડમાં થયેલ સન્માન દેશવાસીઓને સમર્પિત કરૂ છુ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, શાંતિના રસ્તે ચાલવુ હોય તો આંતરીક ઝઘડાઓ ભુલાવવા પડશે.