મહેસાણાઃ ઘરના મુખ્ય વ્યક્તિનું મોત થતાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં અરજી કરો

અટલ સમાચાર, મહેસાણા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) અંતર્ગત ગરીબી રેખા હેઠળ ૦ થી ર૦ નો બી.પી.એલ સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું કુદરતી રીતે અથવા અકસ્માતે મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે. કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થતા કુટુંબને રૂ. ૨૦,૦૦૦/- ની સહાય લાભાર્થીને તેના બેંક એકાઉન્ટમાં
 
મહેસાણાઃ ઘરના મુખ્ય વ્યક્તિનું મોત થતાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં અરજી કરો

અટલ સમાચાર, મહેસાણા

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) અંતર્ગત ગરીબી રેખા હેઠળ ૦ થી ર૦ નો બી.પી.એલ સ્‍કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું કુદરતી રીતે અથવા અકસ્માતે મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે. કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થતા કુટુંબને રૂ. ૨૦,૦૦૦/- ની સહાય લાભાર્થીને તેના બેંક એકાઉન્‍ટમાં ડી.બી.ટી. દ્વારા જમા કરાવવામાં આવે છે. મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાઃ ઘરના મુખ્ય વ્યક્તિનું મોત થતાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં અરજી કરો
જાહેરાત

આ યોજનાની સહાય મેળવવા માટે અવસાન થયાના ૨ વર્ષમાં અરજી સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીમાં કરવાની થાય છે. આ યોજના વિષે વધુ માહિતી માર્ગદર્શન માટે તાલુકાની મામલતદારની કચેરીનો સંપર્ક કરી શકો છો. તેમ મહેસાણા જિલ્લા બાળ- લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ જે.જે ચૌધરીએ જણાવ્યું છે.