આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા ONGCની સાઈટમાં સર્વે કામ કરતી કોન્ટ્રાક્ટ પાર્ટીએ મજૂરોને ભેગા કરી માર માર્યાનો વિડિયો વાઇરલ થયો છે. મજૂરો ચોરી કરતાં હોવાની વાતોને લઈ કોન્ટ્રાક્ટ પાર્ટીના માણસોએ ધોકાવાળી કરતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ વાયુવેગે ONGCને થતાં એકબીજા ઉપર ફોન રણકતા થઈ ગયા છે.

બરોડા ONGC એસેટ દ્વારા મહેસાણા વિસ્તારમાં ઓઈલ સાઈટની શોધખોળ કરવા સર્વે પાર્ટીને કોન્ટ્રાક્ટ આપેલો છે. જીઓફિઝીકલ નામની સર્વે પાર્ટીએ આ માટે સ્થાનિક માણસોને લેબર કામ માણસો રાખ્યા છે. આ દરમિયાન કેટલાક લેબર યુવકોની હરકતોને પગલે કોન્ટ્રાકટર આક્રમક થઈ ગયા હતા.

સર્વે પાર્ટીના કોન્ટ્રાક્ટરોએ 5થી6 યુવકોને ચોરીના મામલે ખાનગી જગ્યાએ ભેગા કરી ધોકા અને સોટી વડે મારા માર્યો છે. જેનો વિડિયો કોઇ ઈસમે ઉતારી વાઈરલ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ઘટનાની જાણ મહેસાણા ઓએનજીસીને થતાં લાગતાં વળગતાને ફોન કરી પૂછપરછ શરૂ થઈ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code