મહેસાણાઃ આરોગ્ય સુખાકારીના ભાગરૂપે એવરનેસ કમીટીની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને આરોગ્ય સુખાકારીના ભાગ રૂપે જિલ્લા એવરનેસ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે લોકોમાં આરોગ્ય વિશે જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રકારના માધ્યમો થકી પ્રયાસ કરવા જોઇએ.તેમણે ઉમેર્યું હતું કે ટીમ વર્કથી જાણકારી અને જાગૃતિ દ્વારા વિવિધ ધ્યેયોને હાંસલ કરી શકાય
 
મહેસાણાઃ આરોગ્ય સુખાકારીના ભાગરૂપે એવરનેસ કમીટીની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને આરોગ્ય સુખાકારીના ભાગ રૂપે જિલ્લા એવરનેસ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે લોકોમાં આરોગ્ય વિશે જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રકારના માધ્યમો થકી પ્રયાસ કરવા જોઇએ.તેમણે ઉમેર્યું હતું કે ટીમ વર્કથી જાણકારી અને જાગૃતિ દ્વારા વિવિધ ધ્યેયોને હાંસલ કરી શકાય છે તે માટે સતત પ્રયાસશીલ રહેવું જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લામાં આરોગ્યલક્ષી કાર્યક્રમોના અમલીકરણ માટે જનસમુદાયના જ્ઞાન,વલણ અને વર્તનમાં પરીવર્તન લાવી આરોગ્ય સ્તર સુધારવા,સ્વૈછિક સંસ્થાઓ અને અગ્રણીઓની ભાગીદારી, વિવિધ માધ્યમોના  ઉપયોગ થકી વૈજ્ઞાનિક રીતે સાચી સમજ અને શિક્ષણ આપી વર્તનમાં પરીવર્તન,ગુણવત્તાસભર સેવાઓ માટે આરોગ્ય કાર્યકરો,આશા,સ્ત્રી સહાયકોનું કૌશલ્યનો વિકાસ, લોકોમાં પ્રવર્તતા ખોટા ખ્યાલો, ગેરસમજો દુર કરવી  સહિત કોવિડ મહામારી પરસ્થિતિ અન્વયે લોકોમાં નિયંત્રણ અને અટકાયતી કામગીરી માટે લોકોમાં જનજાગૃતિ લાવવા સહિતના વિવિઘ પગલાં લેવા સુચન કરાયું હતું.

જિલ્લામાં સંસ્થાકીય સુવાવડ ૧૦૦ ટકા કરવી,માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો કરવો,પહેલા કલાકમાં ૧૦૦ ટકા સ્તનપાનની જાગૃતિ, ૦૬ માસ સુધીના બાળકને ૧૦૦ ટકા સ્તનપાન,કુપોષણમાં ઘટાડો કરવો, બાળ સેવા કેન્દ્રનો લોકો વધુમાં વધુ લાભ મેળવે,સંપુર્ણ રસીકરણ, કુટુંબ કલ્યાણ સેવાઓની વણસંતોષાયેલી માંગ ૧૦ થી નીચે લઇ જવી, સીપીઆર ૮૦ સુધી લઇ જવો, પ્રજનન દર ૨.૧ સુધી લઇ જવો, એન.એસ.વી અંગે જાગૃતિ  લાવવી,જનની સુરક્ષા યોજના,ચિરંજીવી યોજના અને બાળ સખા યોજના,પી.એમ.જન આરોગ્ય યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવી,ટેલીમેડીસીન,ડાયોગ્નોકેર સેવાઓનો વ્યાપ વધારવો, જિલ્લામાં દિકરા સામે દિકરીઓનું પ્રમાણ ઓછુ હોઇ સેક્સ રેશિયો વધારવા બેટી વધાવો અભિયાન દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી કરવી.

એચ.આઇ.વી નિયંત્રણ અને અટકાયતી પગલાંના ભાગ રૂપે પ્રચાર પ્રસાર,ધુમ્રપાન નિષેધ કાર્યક્રમ અંતર્ગત વ્યસન મુક્તિ અભિયાન,ચેપી જન્યરોગો એન.સી.ડી પ્રિવેલન્સ રેટમાં ઘટાડો કરવો,બિનચેપી રોગોમાં ઘટાડો કરવો તેમજ કોવિડ ૧૯ના કેસોમાં તથા મરણના પ્રમાણમાં ઘટાડો કરવો સહિત વિવિધ બાબતો અંગે સુચનો અને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા આરોગ્ય અધિકારી ટી.કે.સોની,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુંભાઇ પટેલ સહિત કમિટીના અધિકારીઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.