ધાર્મિક@મહેસાણા: બોરીયાવીના સ્વયંભૂ મસિયા મહાદેવ મસ મટાડતા હોવાની આસ્થા

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) શ્રાવણ મહિનો શરૂ થતા જ શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર જોવા મળે છે. મહેસાણા અમદાવાદ હાઇવે પર મેવડથી માત્ર ત્રણ કિમીના અંતરે બોરીયાવી ગામે મસિયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહી મસિયા મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે. જયાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. મહાદેવની બાધા રાખવાથી મસ મટતા હોવાની શ્રદ્ધાળુઓની ભારે
 
ધાર્મિક@મહેસાણા: બોરીયાવીના સ્વયંભૂ મસિયા મહાદેવ મસ મટાડતા હોવાની આસ્થા

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

શ્રાવણ મહિનો શરૂ થતા જ શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર જોવા મળે છે. મહેસાણા અમદાવાદ હાઇવે પર મેવડથી માત્ર ત્રણ કિમીના અંતરે બોરીયાવી ગામે મસિયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહી મસિયા મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે. જયાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. મહાદેવની બાધા રાખવાથી મસ મટતા હોવાની શ્રદ્ધાળુઓની ભારે આસ્થા છે.

ધાર્મિક@મહેસાણા: બોરીયાવીના સ્વયંભૂ મસિયા મહાદેવ મસ મટાડતા હોવાની આસ્થા

શું છે મસીયા મહાદેવનો ઇતિહાસ

લોકવાયકા પ્રમાણે ઘણા વર્ષો પહેલા ગામની પશ્ચિમે ૬ કિલોમીટર દૂર આવેલા ખારા ગામના મઢ (ટેકરી)ના મહંતની ઘોડીને મસ નીકળેલ જે મટતા ન હોવાથી મહંત ચીંચિત્ત રહેતા હતા. એ રાત્રે મહંતને સ્વપ્ન આવ્યું કે બોરીયાવી ગામની ઉત્તરાદી બાજુએ વાયવ્ય ખૂણામાં એક આંબલી છે. તેની નીચે કંથે રનું ઝાડુ અને ઉકરડો છે તેવી જગ્યા સાફ કરાવી મીઠાની ગુણ ચડાવજો કે જેથી ઘોડીને મસ મટી જશે. મહંત દ્રઢ વિશ્વાસથી બોરીયાવી ગામ આવી આંબલી નીચેની જગ્યા સાફ કરાવી ઝાડુ ખોદતા કોદાળી વાગતા લોહીની ધારા નીકળી હતી અને સ્વયંભૂ લિંગ મળી આવ્યું હતું. તે લિંગની સ્થાપના કરી લોકોએ ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યા. મસિયા મહાદેવ સ્વયંભૂ પ્રગટ થતા ગામેગામ વાતો થવા લાગી અને લોકો બાધા રાખવા લાગ્યા.જેથી મસા જેવા રોગ પણ દૂર થવા લાગ્યા અને દર્શનાર્થીઓની ભીડ થવા લાગી.

ધાર્મિક@મહેસાણા: બોરીયાવીના સ્વયંભૂ મસિયા મહાદેવ મસ મટાડતા હોવાની આસ્થા

બીજી એક ઘટના એવી પણ ચર્ચાય છે કે, ચાંદેલ ગામના વતની ડાહ્યાલાલ ભટ્ટે મસિયા દાદાની ટેક લઈ મોટું શિવાલય બનાવું હતું. પહેલા અહીં નાનું શિવાલય હતું. પરંતુ છેલ્લા ૫૦ વર્ષથી અહીં મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. અહી ભક્તોને રહેવા જમવાની પણ વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. દર સોમવારે અહી શ્રદ્ધાળુઓ આવીને બાધા પૂરી કરે છે. પ્રભુને મીઠું, મરી,અને ગોળનું નેવેધ ચડે છે. મંદિરમાં દર સોમવારે અને આખો શ્રાવણ માસ ભજન કીર્તન થાય છે.

ધાર્મિક@મહેસાણા: બોરીયાવીના સ્વયંભૂ મસિયા મહાદેવ મસ મટાડતા હોવાની આસ્થા

શ્રાવણ મહિનાના દર સોમવારે અહી દર્શનાર્થીઓ ભારે ભીડ જોવા મળે છે ત્યારે દર સોમવારે અહી મેળો ભરાય છે. તેમજ શ્રાવણ અમાસે અહી ગામમાં મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી છે. ત્યારે આ દિવસે શોભાયાત્રામાં હજારો ભાવિભક્તો આજુબાજુના ગામોમાંથી ઉમટી પડતા ગામમાં પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી. આ ભવ્ય શોભાયાત્રા આખા ગામમાં ફરતા ફરતા આખો દિવસ નીકળી જાય છે. ત્યારે ગામના જ સેવાભાવિ માણસો દ્વારા લીંબુ શરબતના કેમ્પ કરી સેવા કરતા હોય છે. આ મંદિર સંકુલમાં સત્સંગ હોલ,કોમ્યુનિટી હોલ,ધર્મશાળા સહિત સુવિધાઓ વિકસાવાઈ છે.

ધાર્મિક@મહેસાણા: બોરીયાવીના સ્વયંભૂ મસિયા મહાદેવ મસ મટાડતા હોવાની આસ્થા