બસ હાઇજેક કરી લુંટ કરનાર ૧૭ આરોપીઓ પૈકી ૧૦ ઉત્તર ગુજરાતના

અટલ સમાચાર,મહેસાણા બસચાલક અને મુસાફરોને બંદુક બતાવી ડરાવી ૬૦ લાખથી વધુની લુંટ કરી ફરાર થઇ ગયા હતા તાજેતરમાં પાલનપુરથી અમદાવાદ જતી બસને હાઇજેક કરી લાખોની લૂંટ કરનાર આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. મહેસાણા પોલીસે ગુજરાત,મહારાષ્ટ અને યુ.પી.ના કુલ ૧૭ આરોપીઓ પકડી આગળની તજવીજ હાથ ધરી છે. જેમાં બે આરોપીઓ ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવ્યું
 
બસ હાઇજેક કરી લુંટ કરનાર ૧૭ આરોપીઓ પૈકી ૧૦ ઉત્તર ગુજરાતના

અટલ સમાચાર,મહેસાણા

બસચાલક અને મુસાફરોને બંદુક બતાવી ડરાવી ૬૦ લાખથી વધુની લુંટ કરી ફરાર થઇ ગયા હતા

બસ હાઇજેક કરી લુંટ કરનાર ૧૭ આરોપીઓ પૈકી ૧૦ ઉત્તર ગુજરાતના
તસવીર : પી.ડી.મહેતા

તાજેતરમાં પાલનપુરથી અમદાવાદ જતી બસને હાઇજેક કરી લાખોની લૂંટ કરનાર આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. મહેસાણા પોલીસે ગુજરાત,મહારાષ્ટ અને યુ.પી.ના કુલ ૧૭ આરોપીઓ પકડી આગળની તજવીજ હાથ ધરી છે. જેમાં બે આરોપીઓ ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી હીરા,ઝવેરાત,સોનું,રોકડ અને દેશી તમંચા કબજે કરવામાં આવ્યા છે.

ગત ૬ ડીસેમ્બરની રાત્રીએ પાલનપુરથી અમદાવાદ જતી એસ.ટી બસને નંદાસણ નજીક હાઇજેક કરવામાં આવી હતી. લુંટારૂઓએ બસમાં બેઠેલા કેટલાંક આંગડીયા કર્મચારી પાસે લાખોનો મુદ્દામાલ હોવાનું અગાઉથી ધ્યાને લઇ બસચાલક અને મુસાફરોને બંદુક બતાવી ડરાવી ૬૦ લાખથી વધુની લુંટ કરી ફરાર થઇ ગયા હતા.પોલીસ ચોપડે ‌૧૦ લાખની લુંટ થયાની ફરીયાદની નોંધાતા તપાસ શરૂ કરાઇ હતી જેથી મહેસાણા પોલીસે લુંટારૂઓ XUV ગાડીમાં મહેસાણા તરફ
ગયાનું ધ્યાને લઇ તપાસ કરતા ખેરાલું નજીક બિનવારસી ગાડી પ લાખ ૬૦ હજારના મુદ્દામાલ સાથે મળી આવી હતી. આ તરફ લુંટારૂઓને પકડવાની ગતિવિધિ દરમ્યાન પોલીસે લુંટની અગાઉની ઘટનાઓ અને બાતમીદારો ઘ્વારા વિગત મેળવી કે,સ્થાનિક સાથે અન્ય મહારાષ્ટ અને યુ.પીના આરોપોઓ પણ સામેલ છે.આથી પોલીસે ચોકકસ ટીમ બનાવી પાટણ અને હિંમતનગરના બે સહિત કુલ ૧૭ આરોપીઓ પકડી લીધા છે.સુત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીઓએ
પાટણ અને ઉંઝા સહિતના સ્થળોએ રેકી કરી હતી. લુંટ કરવા વધુની જરૂરીયાત હોવાથી એકબીજાનો સંપર્ક કરી કુલ ૧૭ આરોપીઓએ ભેગા મળી ઘટનાને અંજામ આપ્યો હતો.

કોણ છે આરોપીઓ ?

૧. ચૌધરી મહંમદ અસ્લમ હનીફ – રહે.હાલ.વિસનગર.મૂળ : યુ.પી.
ર. મૌર્ય મદનસેન – રહે.હાલ. મુંબઇ. મૂળ : યુ.પી.
3. મોહરમઅલી કલુટ લીયાકતઅલી ફકીર – રહે.હાલ.દિલ્હી.મૂળ : યુ.પી.
૪. મહંમદઆમીર રઇશ અબ્દુલ – રહે.હાલ. યુ.પી.
પ. શેખ સાહિલ અહેમદ સલીમ – રહે.હાલ. મુંબઇ. મુળ : યુ.પી.
૬. શાહુ ગોવિંદબિહારી જમ્મન – રહે.હાલ. મુંબઇ.મુળ : ઝારખંડ
૭. ડીસોઝા મેકસ ગેવનગેવન – રહે.હાલ.મુંબઇ.
૮. ઇરફાન અબ્દુલ કાદર મિરઝા – રહે.હાલ. ખેરાલું
૯. વસીમ નાસીરખાન અલીખાન બલોચ – રહે.હાલ. ખેરાલું
૧૦. સાજીદમિયાં છોટુમિયાં નાગોરી – રહે.હાલ. વિસનગર
૧૧. ઇમ્તિયાઝ મહેમુંદ ભટી રહે.હાલ. ખેરાલું
૧ર. પટેલ નરેશભાઇ ડાહયાભાઇ રહે.હાલ.હિંમતનગર
૧3. ઇર્શાદ કાદરભાઇ બાબી રહે.હાલ. પાલનપુર
૧૪. પટેલ ભાર્ગવ રાજેશભાઇ રહે.હાલ. પાટણ
૧પ. પઠાણ મિનિયાઝખાન હયાતખાન રહે.હાલ.ખેરાલું
૧૬. અબ્દુલ કાદીર ફૈજમહંમદ રહે.હાલ. ખેરાલું
૧૭. હપાણી સઇદભાઇ હુસેનભાઇ ગુલાબભાઇ રહે.હાલ. સિધ્ધપુર

શું મળી આવ્યું ?

૭ દેશી તમંચા અને ૫3 જીવતા કારતુસ
3 સોનાના બિસ્કીટ
ર લાખ રોકડ
૧૬૦૦ હીરાના પડીકા સાથે ઇમીટેશન જવેલરી અને ડાયમંડબસ હાઇજેક કરી લુંટ કરનાર ૧૭ આરોપીઓ પૈકી ૧૦ ઉત્તર ગુજરાતના