મહેસાણા: કેમિસ્ટ એસોસિએસન સામાન્ય સભામાં કારોબારી સભ્યોની વરણી કરાઇ
અટલ સમાચાર,મહેસાણા મહેસાણાના રોટરી ભવન ખાતે કેમીસ્ટ એસોસિયેશનની સમાન્ય સભા ગુરૂવારે મળી હતી. જેમાં 2019-20થી 3 વર્ષ માટે પ્રમુખપદ અને કારોબારી નક્કી કરવા માટે મળેલી મિટીંગમાં સર્વાનુમતે વધુ એક વખત વર્તમાન કારોબારી પર વિશ્વાસ મુકી બિન હરીફ રીતે પ્રમુખપદે હિતેન્દ્ર પટેલ, ચેરમેનપદે કિર્તીસિંહ રાઠોડ, મંત્રીપદે ડો.દર્શનભાઇ મોદી, ઉપપ્રમુખ પદે બીપીનભાઇ પટેલ, સહમંત્રી પદે કીરીટભાઇ જેપીવાલા
Jul 26, 2019, 18:35 IST

અટલ સમાચાર,મહેસાણા
મહેસાણાના રોટરી ભવન ખાતે કેમીસ્ટ એસોસિયેશનની સમાન્ય સભા ગુરૂવારે મળી હતી. જેમાં 2019-20થી 3 વર્ષ માટે પ્રમુખપદ અને કારોબારી નક્કી કરવા માટે મળેલી મિટીંગમાં સર્વાનુમતે વધુ એક વખત વર્તમાન કારોબારી પર વિશ્વાસ મુકી બિન હરીફ રીતે પ્રમુખપદે હિતેન્દ્ર પટેલ, ચેરમેનપદે કિર્તીસિંહ રાઠોડ, મંત્રીપદે ડો.દર્શનભાઇ મોદી, ઉપપ્રમુખ પદે બીપીનભાઇ પટેલ, સહમંત્રી પદે કીરીટભાઇ જેપીવાલા અને ખજાનચીપદે કુંજનભાઇ મોદીની વરણી સર્વે કેમિસ્ટ મિત્રોએ કરી હતી.