આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા અને પટેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટર મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતુ. રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક યુવાનોને રોજગારી મળી રહે તે સરકારનો અભિગમ રહ્યો છે. રાજ્યના નવયુવોનોને માર્ગદર્શન અને રોજગારી મળી રહે તે દિશામાં સરકારે કટિબધ્ધતા દર્શાવી છે.

કાર્યક્રમમાં રાજ્યકક્ષા દિવ્યાંગ પારિતોષિક કાર્યક્રમ અંતર્ગત જાહેર ક્ષેત્રમાં કામ કરતા શ્રેષ્ઠ કર્મચારી, સ્વરોજગાર કરતા શ્રેષ્ઠ વ્યવસાયીઓને વર્ષે ૨૦૧૩ થી ૨૦૧૫ના એવોર્ડ આપવામાં આવ્યા હતા. મહેસાણામાં યોજાયેલ ત્રણ જિલ્લાના સંયુક્ત કાર્યક્રમમાં ૭૭ નોકરીદાતાઓ દ્વારા ૫૦૦૦ ખાલી જગ્યાઓ માટે ભરતી મેળો યોજાયો હતો. ત્રણ જિલ્લાના ૨૦૪૮૭ ઉમેદવારોને પત્ર મારફતે તેમજ ૧૫૦૦ ઉમેદવારોને ઇ-મેઇલ મારફતે જાણ કરાઇ છે. આ ઉપરાંત દુરના તાલુકાના ૨૦૪૮૭ ઉમેદવારોને કોલલેટરની સાથે એસ.ટી બસમાં વિનામૂલ્યે આવવા તથા જવાની મુસાફરી માટે એસ.ટી કૂપનો ઇસ્યુ કરવામાં આવી છે. મહેસાણા, પાટણ અને પાલનપુર જિલ્લાના નવેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ ૪૨૪૨૬ રોજગાર વાંચ્છુઓ નોંઘાયેલા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

કાર્યક્રમમાં રાજ્યસભા સંસદ સભ્ય જુગલસિંહ ઠાકોર, કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, પ્રાન્ત અધિકારી વિમલ પટેલ, મહેસાણા, પાટણ અને પાલનપુરના જિલ્લા રોજગાર અધિકારી, રોજગાર નિયામક સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, નોકરીદાતાઓ અને રોજગાર વાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code