dudhsagar dairy
File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રવિવારે ખાસ સાધારણ સભા બોલાવતા મામલો પેચીદો બન્યો છે. ચૂંટણી સંદર્ભે આચારસંહિતા અમલી હોવાથી કલેક્ટરે બેઠક મુલતવી રાખવા કહ્યું છે. જેનો આધાર લઈ જિલ્લા રજિસ્ટ્રારે દૂધ સંઘના ચેરમેન અને એમડીને પત્ર લખી સાધારણ સભા નહીં કરવા હુકમ કર્યો છે. જેથી સહકારી આલમમાં ગરમાવો આવી ગયો છે.

મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ગત દિવસોએ દૂધના ફેટના ભાવમાં વધારો જાહેર કર્યા બાદ ખાસ સાધારણ સભા બોલાવી છે. રવિવારે તારીખ 24 માર્ચના રોજ બેઠક મળવાની જાણ તંત્રને થયેલી છે. આથી જિલ્લા કલેક્ટરે ચૂંટણી આચારસંહિતાને લઇ ખાસ સાધારણ સભા મુલતવી રાખવા જિલ્લા રજિસ્ટ્રારને જણાવ્યું છે. આથી જિલ્લા રજિસ્ટ્રારે પણ કલેક્ટરના પત્રનો આધારે સંઘના એમડી અને ચેરમેનને બેઠક નહિ બોલાવવા જણાવી દીધું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ખાસ સાધારણ સભાના મુદ્દા આચાર સંહિતાનો ભંગ કરે છે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ જ કંઈ કહેવા તૈયાર નથી. આવા સંજોગોમાં દૂધ સંઘના આગામી નિર્ણય ઉપર નજર બની છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code