આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

લોકસભાની સામાન્ય ચુંટણી ર૦૧૯ અન્વયે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર એચ.કે.પટેલે આદર્શ આચારસંહિતાના અમલ માટે તથા રેટચાર્ટ નક્કી કરવા માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું હતુ કે, રાજકીય પક્ષોને જુદી જુદી મંજૂરી માટે રાજય ચુંટણી પંચ દ્વારા સીંગલ વિન્ડો સીસ્ટમની સુવિધા એપ શરૂ કરવામાં આવી છે. તેમણે રાજકીય પક્ષોના આગેવાનોને રેલી, સભા યોજવા અગાઉથી મંજૂરી, ખાનગી માલિકીની જમીન-મકાન પર પરવાનગી વગર હોર્ડીંગ્સ કે લખાણ ન કરી આચાર સંહિતાનો અમલ કરવા ભારપુર્વક જણાવ્યુ હતુ. ઉપરાંત ચુંટણીલક્ષી હેન્ડબીલ, બેનરો, હોડીંગ્સ, ઈલેકટ્રોનીક મીડીયામાં થનારા ખર્ચ, ચુંટણી પ્રચાર માટેનો ખર્ચ જેવા ખર્ચની બાબતોને સમયસર પ્રમાણિકરણ કરી રજુ કરવા જણાવાયું હતુ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઉમેદવાર ખર્ચના નોડલ એમ.વાય.દક્ષિણી ઉમેદવારોના ખર્ચના પુરાવાઓ સાથે સમય મર્યાદામાં ખર્ચની વિગતો મળી રહે તે માટે અનુરોધ કર્યો હતો.

ચૂંટણી પ્રક્રિયાના અનુસંધાને વિવિધ પ્રકારની ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ સમિતિ, આદર્શ આચાર સંહિતા સમિતિ, એમસીએમસી, ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટિક સર્વેલન્સ સ્ક્વોડની રચના કરવામાં આવી છે.ચૂંટણી પંચ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આદર્શ આચાર સંહિતાની બાબતની સમજ આપતા કલેક્ટરએ રાજકીય પક્ષોને તેનું પાલન કરવા પણ જણાવ્યું હતું. ખાસ કરીને ખર્ચની બાબતમાં ચૂંટણી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલા દરોના આધારે જે તે ઉમેદવારના વ્યક્તિગત ખાતામાં ચૂંટણીનો ખર્ચ ગણવામાં આવશે જેને માટે શેડો રજિસ્ટર નિભાવણી કરાઇ છે. લોકસભા ઉમેદવાર માટે રૂ. ૭૦ લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદવારે ચૂંટણી માટેનું અલગથી બેંક ખાતુ ખોલવાની પ્રક્રિયા સમજાવી હતી. વિવિધ બાબતનો ભાવપત્રકો રાજકીય પક્ષોને આપવામાં આવ્યા હતા. આદર્શ આચારસહિતાની અમલ ચૂંટણી ખર્ચના નિરીક્ષણ લગતની કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. ઉમેદવારે ઉમેદવારી ફોર્મ સાથે રજુ કરવાના એફીડેવીટ નમૂનો-૨૬ મુજબ આપવા ખાસ અપીલ કરાઇ હતી. આ ઉપરાંત ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે જેની માહિતી આપી હતી. ઓબેઠકમાં સંબધિત અધિકારીઓ સહિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

27 Sep 2020, 5:34 AM (GMT)

COVID-19 Global Stats

33,195,933 Total Cases
1,000,530 Death Cases
24,521,247 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code