આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જિલ્લા કલેકટર કચેરીની મધ્યાહન ભોજન શાખા દ્વારા મહેસાણા ખાતે સંચાલકો તથા રસોઇયાની તાલીમનો સેમીનાર યોજવામાં આવ્યો હતો.મહેસાણા તાલુકાની મઘ્યાહન ભોજન સંચાલકોની ઉપસ્થિતિમાં સેમીનાર યોજવામાં આવ્યો હતો.જેમા વોટરપાર્કના રસોઇઘરનો સ્ટાફ ઉપસ્થિત રહી સંચાલકોનો માર્ગદર્શન આપ્યું હતું
જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોને પૌષ્ટિક અને સ્વચ્છ આહાર મળે તે જરૂરી છે. આ ઉપરાંત રસોઇઘરમાં સ્વચ્છતા રાખવાની પણ હિમાયત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આહાર એ આપણા સૌની એક જરૂરિયાત છે. આપણા શરીરને ટકાવી રાખવા માટે આપણે આહાર લઈએ છીએ. આહારમાંથી આપણા શરીરને જરૂરી એવા વિટામીન, મિનરલ્સ વગેરે મળી રહે છે. જેથી બાળકોને પણ સ્વચ્છ અને પૌષ્ટિક આહાર મળે તે દિશામાં સંચાલકો-રસોઇયાઓને કામ કરવા અપીલ કરી હતી
કાર્યક્રમમાં વોટર પાર્કના રસોઇધરના કર્મીઓ દ્વારા મધ્યાહન ભોજનમાં ફિકસ મેનું સાથે નવીન વસ્તુ કેવી રીતે બનાવવી તેની વિશેષ સમજ આપી હતી. આ ઉપરાંત રસોડા ઘરમાં સ્વચ્છતા કેવી રાખવી તેની સમજ આપી હતી.

29 Sep 2020, 3:03 AM (GMT)

COVID-19 Global Stats

33,548,770 Total Cases
1,006,359 Death Cases
24,877,223 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code