આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા લોકસભા બેઠક માટે દમદાર ઉમેદવાર શોધવાની મથામણના ભાગરૂપે કોંગ્રેસે બેઠક બોલાવી હતી. જેમાં જૂના જોગીઓ,વેપારીઓ અને યુવા સહિતના 32 અરજદારોએ લોકસભા લડવા તૈયારી બતાવી હોવાનું સામે આવ્યું છે.મહેસાણા સર્કિટ હાઉસ ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે AICCના કોંગી આગેવાનોએ બેઠક કરી ઉમેદવારી કરવા ઇચ્છુકોની વાત ધ્યાને લીધી હતી. જેમાં આગામી દિવસોએ દિગ્ગજ ઉમેદવાર શોધવા મથામણ તેજ બની શકે છે. બેઠકમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code