આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં અત્યારે કોંગ્રેસ તરફથી કાર્યકારી પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર છે. જ્યારે આગામી લોકસભા ચૂંટણી અગાઉ રેગ્યુલર પ્રમુખની નિયુક્તિ થવાની છે. આવા સંજોગોમાં કેટલાક દાવેદારોએ વિવિધ પ્રકારની મહેનત કરી રેગ્યુલર પ્રમુખ થવાની તૈયારીમાં લાગ્યા છે. મહેસાણામાં છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલો ઉહાપોહ તેનો એક ભાગ હોવાનું મનાય છે.

મહેસાણા જિલ્લાને રાજકારણનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે. પાટીદાર અનામત અને ઠાકોર સેના આંદોલન બાદ જિલ્લામાં કોંગ્રેસની સત્તામાં મોટો વધારો થયો છે. હાલના કાર્યકારી કોંગ્રેસ પ્રમુખને સ્થાને લોકસભા ચૂંટણી અગાઉ રેગ્યુલર આવી જશે. આથી સત્તાની સાઠમારીના ખેલમાં રેગ્યુલર પ્રમુખ બની જવા  હવાતિયાં શરૂ થયા છે. જેમાં કેટલાક પ્રદેશ અગ્રણીઓ મારફત તો કેટલાક દિલ્હી દરબાર મારફત તો કેટલાક રાજકીય દાવપેચ ખેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનવા મથી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તાલુકા, જિલ્લા-પંચાયત, પાલિકા અને બે વિધાનસભા બેઠકમાં કોંગ્રેસને સત્તા હોવાથી રેગ્યુલર પ્રમુખ થવા દાવેદારો આતુર બન્યા છે. ખાસ કરીને ચૂંટાયેલા સદસ્યો પૈકી જેઓને પંચાયત અને પાલિકામાં મહત્વના હોદ્દા નથી તેવા અને સંગઠનમાં નાના હોદ્દા ધરાવતા જિલ્લાના સુકાની થઈ જવાની વેતરણમાં છે. કોંગ્રેસના આંતરિક ખેલથી ભાજપ ગેલમાં આવી ગયું છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણી સુધી કોંગ્રેસનો આંતરિક ઝગડો યથાવત રહેવાની આશા રાખી બેઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code