મહેસાણા: કોરોનાને લઇ ભાડુઆતને મકાન ખાલી કરવા મજબુર ન કરાય: પ્રદિપસિંહ રાઠોડ

અટલ સમાચાર,મહેસાણા કોરોનાના સંક્રમણને અટકાવવા હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 33(1) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 34 હેઠળ મળેલ સત્તા મુજબ ભાડુઆતને મકાન જબરજસ્તીથી ખાલી નહિ કરાવવાનો મકાન માલિકોને આદેશ કરેલ છે. જેમાં સમગ્ર મહેસાણા જિલ્લાના વિસ્તારમાં કોઇ મકાન માલિક તેઓના ભાડૂઆતને હાલ મકાન ખાલી કરવા મજબૂર ન કરે
 
મહેસાણા: કોરોનાને લઇ ભાડુઆતને મકાન ખાલી કરવા મજબુર ન કરાય: પ્રદિપસિંહ રાઠોડ

અટલ સમાચાર,મહેસાણા

કોરોનાના સંક્રમણને અટકાવવા હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 33(1) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 34 હેઠળ મળેલ સત્તા મુજબ ભાડુઆતને મકાન જબરજસ્તીથી ખાલી નહિ કરાવવાનો મકાન માલિકોને આદેશ કરેલ છે. જેમાં સમગ્ર મહેસાણા જિલ્લાના વિસ્તારમાં કોઇ મકાન માલિક તેઓના ભાડૂઆતને હાલ મકાન ખાલી કરવા મજબૂર ન કરે કે જબરજસ્તી ખાલી ન કરાવે તેમજ જ્યાં કામદારો અન્ય રાજ્યના મજુરો,કર્મચારીઓ ભાડેથી મકાન રાખી રહેતા હોય તેઓની પાસેથી આગામી એક માસ સુધી કોઇ ભાડાની રકમ માંગી શકશે નહિ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં ચાલતી કન્સ્ટ્રકશન સાઇટ, ઔધોગિક સંસ્થાઓ, દુકાનો અને વ્યાપારીક કે વ્યવસાયીક સંસ્થાઓ લોકડાઉનના સમયગાળા દરમિયાન તેઓના વ્યવસાય બંધ રહે તે દરમિયાન કોઇપણ પ્રકારના કપાત સિવાય કર્મચારીઓનું વેતન, મહેનતાણું ચુકવવાનું રહેશે. તેમજ કન્સ્ટ્રકશન સાઇટ પરના મજુરોને રહેવાની,જમવાની તથા આરોગ્યલક્ષી વ્યવસ્થા જેતે કન્સ્ટ્રકશન સાઇટના માલિકે કરવાની રહેશે. તેઓના હિજરત કરવાની ફરજ પડે તેની સંપુર્ણ જવાબદારી જે તે ઔધોગિક સંસ્થાનો,દુકાનો અને વ્યપારીક વ્યવસાયિક સંસ્થાનો તેમજ કન્સ્ટ્રકશન સાઇટના માલિકે કરવાની રહેશે આ હુકમ 15 એપ્રિલ 2020 સુધી લાગુ પડશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યુ છે.