રીપોર્ટ@મહેસાણા: રેમડેસેવીરની કાળાબજારી કેસમાં આરોપીના રેગ્યુલર જામીન કોર્ટે ફગાવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના કહેર વચ્ચે રાજ્યમાં બીજી લહેર દરમ્યાન રેમડેસેવીર ઇન્જેક્શની કાળાબજારી ઝડપાઇ હતી. જેમાં મહેસાણા નજીક આવેલા શંકુઝ હોસ્પિટલ ખાતે નોકરી કરતાં એક કર્મચારી સહિતના ઇસમો કાળાબજારી મામલે ઝડપાયા હતા. જે બાદમાં ઇસમો દ્રારા વકીલ મારફતે મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જોકે સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી
 
રીપોર્ટ@મહેસાણા: રેમડેસેવીરની કાળાબજારી કેસમાં આરોપીના રેગ્યુલર જામીન કોર્ટે ફગાવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં બીજી લહેર દરમ્યાન રેમડેસેવીર ઇન્જેક્શની કાળાબજારી ઝડપાઇ હતી. જેમાં મહેસાણા નજીક આવેલા શંકુઝ હોસ્પિટલ ખાતે નોકરી કરતાં એક કર્મચારી સહિતના ઇસમો કાળાબજારી મામલે ઝડપાયા હતા. જે બાદમાં ઇસમો દ્રારા વકીલ મારફતે મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જોકે સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ દ્રારા આરોપીના રેગ્યુલર જામીન ફગાવ્યા છે.

રીપોર્ટ@મહેસાણા: રેમડેસેવીરની કાળાબજારી કેસમાં આરોપીના રેગ્યુલર જામીન કોર્ટે ફગાવ્યાં
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર આવેલી શંકુઝ હોસ્પિટલ ખાતે બિલિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતાં કર્મચારી સહિત સાત જેટલા ઇસમો ગત દિવસોએ રેમડેસેવીર ઇન્જેક્શનની કાળાબજારી મામલે ઝડપાયા હતા. જે બાદમાં નિમેષ બળદેવભાઈ નામના ઇસમે મહેસાણા કોર્ટમાં પોતાના રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેની જામીન અરજી કોર્ટે ફગાવી છે. સરકારી વકીલ પરેશકુમાર દવે દ્વારા કોર્ટમાં દલીલ કરી હતી કે, કોરોના મહામારીના સમયે લોકોએ પોતાના આર્થિક ફાયદા માટે નકલી ડુપ્લીકેટ ઇન્જેક્શનનું વેચાણ કર્યું હતું. જેથી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.ડી.પાંડેએ આરોપીઓના રેગ્યુલર જામીન ફગાવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો