આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાટીદાર અનામત આંદોલન વખતે પાસના હાર્દિક પટેલ સાથે રહી ગુજરાતના રાજકારણમાં ચમકેલા રેશ્મા પટેલની મુસીબતમાં વધારો થયો છે. રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણામાં નોંધાયેલા એક ગુનામાં કોર્ટે વોરંટ કાઢ્યું છે. રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો.

add bjp

મહેસાણામાં વડગામના હાલના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક આઝાદી કૂચ રાખી હતી. આ આઝાદી કૂચ વખતે રેશ્મા પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. કેસમાં કોર્ટમાં પડેલી તારીખમાં રેશ્મા પટેલ હાજર નહીં રહેતા મહેસાણા જે.એમ.એફ.સી કોર્ટે વોરંટ કાઢ્યું છે. આ કેસમાં પોલીસે 12 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જેમાં જીગ્નેશ મેવાણી પણ એક આરોપી છે. જોકે, કોર્ટની મુદમાં રેશ્મા ઉસ્થિત નહીં રહેતા તેમની વિરુદ્ધ હવે વોરંટ નીકળ્યું છે.

મહેસાણામાં જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં વર્ષ 2017માં મહેસાણામાં ઉનાકાંડની વરસીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ રેલીમાં તમામ લોકોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code