મહેસાણા ક્રાઈમ બ્રાન્ચનો સપાટોઃ દારુ ભરેલુ આઈશર ઝડપ્યું, 6 સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર, મહેસાણા ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૭૫૬ બોટલો સહિત 30.41 લાખનો જંગી મુદ્દામાલ ઝડપ્યો પેપરરોલની આડશમાં દારુ ઘુસાડવાની મોડસઓપરેન્ડી પર પોલીસે પાણી ફેરવી દીધું મહેસાણા પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયાની સૂચના આધારે એલ.સી.બી. મહેસાણા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પો.સ.ઇ. આર.જી.ચૌધરી તથા પો.સ.ઇ. જે.જી.સોલંકી તથા એએસઆઇ હીરાજી સોનાજી તથા એએસઆઇ રત્નાભાઇ લાલાભાઇ તથા એએસઆઇ પારખાનજી સુરાજી તથા
 
મહેસાણા ક્રાઈમ બ્રાન્ચનો સપાટોઃ દારુ ભરેલુ આઈશર ઝડપ્યું, 6 સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર, મહેસાણા

ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૭૫૬ બોટલો સહિત 30.41 લાખનો જંગી મુદ્દામાલ ઝડપ્યો

પેપરરોલની આડશમાં દારુ ઘુસાડવાની મોડસઓપરેન્ડી પર પોલીસે પાણી ફેરવી દીધું

મહેસાણા પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયાની સૂચના આધારે એલ.સી.બી. મહેસાણા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પો.સ.ઇ. આર.જી.ચૌધરી તથા પો.સ.ઇ. જે.જી.સોલંકી તથા એએસઆઇ હીરાજી સોનાજી તથા એએસઆઇ રત્નાભાઇ લાલાભાઇ તથા એએસઆઇ પારખાનજી સુરાજી તથા એએસઆઇ આશાબેન નરસંગભાઇ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ બટુસિંહ તથા  હેડ કોન્સ. મહેન્દ્રકુમાર માનસંગભાઇ તથા હેડ કોન્સ. દિલીપકુમાર ગોવિંદભાઇ તથા હેડ કોન્સ. રશ્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિશ્વનાથસિંહ પ્રતાપસિંહ વિગેરેનાઓ મહેસાણા અમદાવાદ હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા.

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને મળેલ બાતમી આધારે એક આઇસર ગાડીમાં ઇગ્લીંશ દારૂ ભરી અમદાવાદ તરફથી મહેસાણા તરફ આવી રહેલ છે. અને અન્ય એક ગાડી પાયલોટીંગ માટે આવી રહી હોવાનું પાકી બાતમી આધારે સ્ટાફના માણસોને મેવડ ટોલટેક્ષ નજીક બાતમીવાળી ગાડીને ઉભી રખાવી પુછપરછ હાથ ધરી હતી. જે દરમ્યાન પાછળ અમદાવાદ તરફથી એક આઇસર પણ આવી રહેલ જણાતા જેને ઉભુ રખાવી અંદર બેઠેલ ડ્રાઇવર તથા બીજો ઇસમને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલ ગાડીના ડ્રાઇવર ચૌધરી બલરામ ઉર્ફે બળવંત કેશારામ રહે. ખાખરવાડા, તા.પીંડવાડા થાના સ્વરૂપગંજ જી. શિરોહી રાજસ્થાન હાલ રહે. સી/૧૦ આકાશ ફલેટ, ગુલબાઇ ટાવર નજીક સોલાક્રોસ રોડ-અમદાવાદવાળો તથા આઇસર ગાડી નંબર એચ.આર. ૭૩ એ. ૨૧૪૫માં પુનમારામ ઉર્ફે પી.સી. શ્રી રામ મારવાડી રહે. ભાટીપ ( કરડા) તથા રીટા પટેલ બન્ને જણાએ ઇગ્લીંશ દારૂ ભરી કટોસણના સુરેશ નામના ઇસમને પહોંચાડવા મોકલેલ હતું.

તેમજ આઇસર ગાડી નંબર એચ.આર. ૭૩ એ. ૨૧૪૫ના ડ્રાઇવર મેવાતી કલામ મહંમદ ઇસ્લામ સુબરાતીહાજી રહે. બીછોર ચૌધરી મહોલ્લા તા.પુનહાના જી. નુહુ (હરીયાણા)વાળો તથા તેની સાથેના માંગીલાલ ભાગીરથરામ તુલસારામ રહે. ખારા ખીંચડોકી ઢાણી તા. સાચોર જી. જાલોર રાજસ્થાન વાળાઓની પુછપરછ કરતાં આઇસર ગાડીમાં ઇગ્લીંશ દારૂની પેટીઓ ભરેલ હોવાનું જણાયેલ અને માંગીલાલને રીટા પટેલ તથા પુનમારામ ઉર્ફે પી.સી. શ્રી રામ મારવાડી બન્ને જણા  દારૂ સુરેશ રહે. વિરસોડા નામના વ્યક્તિને આપવાનું જણાવેલ હતું.

આઇસરના પાછળના ભાગે તાડપત્રી બાંધેલ પેપર રોલની આડશમાં પરપ્રાંતની ભારતીય બનાવટના વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ ભરેલ હતી.  દારૂની પેટીઓ રોક સ્ટાર ડીલક્ષ વ્હીસ્કી બલેન્ડેડ તથા ડોલ્ફીન ડીલક્ષ વ્હીસ્કી બલેન્ડેડની વિદેશી દારૂની પેટીઓ ૩૧૩ કુલ બોટલ નંગ 3,756 કુલ કિ.રૂ. 11,26,800ની મળી આવેલ તથા આઇસર ગાડી કિ.રૂ. 10,00,000 તથા ગાડી કિ.રૂ. 4,00,000 તેમજ રોકડ, મોબાઇલ મળી કુલ મુદ્દામાલ રુ.30,41,870નાે મુદ્દામાલ મળી આવ્યો હતો.  (૧) ચૌધરી બલરામ ઉર્ફે બળવંત કેશારામ તથા (ર) મેવાતી કલામ મહંમદ ઇસ્લામ સુબરાતીહાજી (૩) માંગીલાલ ભાગીરથરામ તુલસારામ (૪) પટેલ રીટાબેન માધવલાલ રહે. મહેસાણા (પ) પુનમારામ ઉર્ફે પી.સી. શ્રી રામ મારવાડી રહે. ભાટીપ (કરડા) રાજસ્થાન (૬) સુરેશ રહે. વિરસોડા વાળાઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ   મુજબ ગુનો નોંધી મહેસાણા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.