આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા જંગલની સુકાન ધરાવતા ખુદ સ્મોકિંગના શિકાર: નિયમોનો સરેઆમ ભંગ

જેમ પાણી અને અગ્નિને વિરોધાભાસ છે તેમ લાકડા અને અગ્નિને  પણ વેર છે. જોકે આ વેરનો સંગમ કરી રહ્યા છે મહેસાણા જિલ્લાના ક્લાસ વન અધિકારી. મહેસાણા જિલ્લા નાયબ વન સંરક્ષક કચેરીમાં બેસી સિગારેટ ફુકવાના શોખીન હોવાનું ધ્યાને આવ્યું છે. ચેમ્બરમાં સ્મોકિંગ કરતા હોઈ અરજદારોને પણ ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.

મહેસાણા જિલ્લા જંગલના સુકાની ખુદ શિકાર હોવાનું ધ્યાને આવ્યું છે. DCF ચેમ્બરમાં બેસી દિવસભર સિગારેટ ફુંકી પોતાની ફરજો બજાવી રહ્યા છે. મોટેભાગે કચેરીમાં સમય પસાર કરતા નાયબ વન સંરક્ષકને છેલ્લા કેટલાક સમયથી સિગારેટ પીવાની લત છે. આથી વ્યસનના ગુલામ હોવાથી સરકારી કચેરીમાં ધુમાડો ઉડાવી રહ્યા છે. જોગવાઈ મુજબ રાજ્ય કે કેન્દ્ર સરકારના પરિસરમાં ધૂમ્રપાન પ્રતિબંધ છે. જોકે વન અધિકારી કચેરીના ગ્રાઉન્ડને બદલે ચેમ્બરમાં ધુમાડાનો કસ ખેંચી રહ્યા છે. નાયબ વન સંરક્ષક જેવી મહત્વની જવાબદારી સંભાળતા અધિકારી ખુદ પોતાની ચેમ્બરમાં બેસી ધૂમ્રપાન કરતા હોવાની વાતો જંગલ આલમમાં સામાન્ય બની ગઈ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code