મહેસાણા: DDO એમ.વાય.દક્ષિણીને પોષણ અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ એનાયત

અટલ સમાચાર,મહેસાણા પોષણ અભિયાનમાં ઉત્તમ કામગીરી બદલ સમગ્ર રાજ્યમાં મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા આ એવોર્ડ ૨૩ ઓગષ્ટ શુક્રવારના રોજ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે પ્રાપ્ત થયો હતો. દેશના પ્રધાનમંત્રી દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮થી રાજસ્થાનના ઝૂંઝુનું જિલ્લાથી પોષણ અભિયાનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરાઇ હતી. રાજ્યમાં રાજ્ય વ્યાપી ૦૩
 
મહેસાણા: DDO એમ.વાય.દક્ષિણીને પોષણ અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ એનાયત

અટલ સમાચાર,મહેસાણા

પોષણ અભિયાનમાં ઉત્તમ કામગીરી બદલ સમગ્ર રાજ્યમાં મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા આ એવોર્ડ ૨૩ ઓગષ્ટ શુક્રવારના રોજ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે પ્રાપ્ત થયો હતો.

દેશના પ્રધાનમંત્રી દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮થી રાજસ્થાનના ઝૂંઝુનું જિલ્લાથી પોષણ અભિયાનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરાઇ હતી. રાજ્યમાં રાજ્ય વ્યાપી ૦૩ જુલાઇ ૨૦૧૮ થી આ અભિયાનની શરૂઆત થઇ હતી. પોષણ અભિયાનમાં ઉત્તમ કામગીરી માટે મહેસાણા જિલ્લાએ આગેવાની લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા કામગીરીને ગતિ આપી ફિલ્ડ લેવલે લીડરશીપ એવોર્ડ (રાષ્ટ્રીય સ્તરે) મેળવી રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.

પોષણ અભિયાનમાં ફિલ્ડ લેવલે લીડરશીપ એવોર્ડ (રાષ્ટ્રીય સ્તરે) રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મહેસાણા જિલ્લાને મળ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ ૨૩ ઓગષ્ટના રોજ નવી દિલ્લી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે પ્રાપ્ત થયો હતો.

રાષ્ટ્રીય પોષણ અભિયાનનું મુખ્ય લક્ષ્ય ૦ થી ૦૬ વર્ષના બાળકોમાં પાતળાપણાનું પ્રમાણ ઘટાડવાનો છે.આઇ.સી.ડી.એસ વિભાગના પ્રોગ્રામ અધિકારી ગૌરીબેન સોલંકીએ જણાવ્યું હતું કે પોષણ સ્તર સુધારવા જનઆંદોલન કાર્યક્રમમાં જિલ્લાએ વિશેષ કામગીરી કરી છે.જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરો દ્વારા સુપોષણ સંવાદ,બાલતુલા દિવસ,અન્નપ્રાશન દિવસ,બાલ દિવસ,અન્ન વિતરણ દિવસ,મમતા દિવસ સહિતના વિવિધ દિવસો યોજીને જિલ્લાએ પોષણ અભિયાનમાં સુપેરે કામગીરી કરી છે.

રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં નાગરિકો-પ્રજાજનોની તંદુરસ્તીને મહત્વનું પરિબળ છે. પોષણ અભિયાનના વ્યાપક લાભ જિલ્લાના તમામ વિસ્તારો સહિત ખૂણે-ખૂણે પહોંચાડવા માટે મહેસાણા જિલ્લાએ અગત્યની કામગીરી કરી રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.આ અભિયાન સતત ચાલતી પ્રક્રિયા છે.તમામ નાગરિકોએ પોષણ કામગીરીમાં પોતાનું યોગદાન આપવા જિલ્લા વિકાસ અધિકારીએ ખાસ અપીલ કરી છે.