મહેસાણાઃર્ડાક્ટર નીકળ્યો બનાવટી, દર્દીને તપાસી રકમ લેતા ઝડપાયો
મહેસાણાઃર્ડાક્ટર નીકળ્યો બનાવટી, દર્દીને તપાસી રકમ લેતા ઝડપાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સુરક્ષામાં છીંડા જેવો ઘાટ ઘડાયો છે. હોસ્પિટલમાં પુરૂષ વોર્ડમાં બનાવટી ર્ડાક્ટર ઘુસી આવ્યો હતો. જેણે દર્દીને તપાસ્યા બાદ પૈસા લઈ ભાગવા જતા લોકોએ ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો.

જાણવા મળતી માહિતી અનુસાર મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પટેલ કિશનભાઈ કાંતીલાલ, રહે.મોટો માઢ, વાલમ-વિસનગરવાળો ર્ડાક્ટર હોવાનું જણાવી પુરુષ સર્જીકલ વોર્ડમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ તેણે દર્દીઓ પાસે જઈ તપાસ કરવા લાગ્યો હતો. અને તપાસ બાદ પૈસા પણ લઈ લીધા હતા. પરંતુ એકાએક સ્ટાફ નર્સ આવી જતા નર્સને જોઈ કિશન પટેલ ભાગવા લાગ્યો હતો. જેથી નર્સે બૂમાબૂમ કરતા દર્દીઓના સગા-સંબંધીઓ એકઠા થઈ ગયા હતા. અને પોતે ર્ડાક્ટર હોવાનું જણાવતો કિશન પટેલને લોકોએ ઝડપી પાડ્યો હતો. આ અંગે પટેલ જયાબેન ચંદુલાલની ફરિયાદ અનુસાર મહેસાણા એડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.