મહેસાણાઃ દૂધસાગર ડેરી અને અમૂલ એકબીજા પાસે માંગી રહ્યા છે કરોડો રૂપિયા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાની દૂધસાગર ડેરી અને અમૂલ ફેડરેશન વચ્ચેના વિવાદમાં રાજકારણનો પ્રભાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પહેલા દૂધસાગર ડેરીએ અમૂલ પાસે પૈસા માંગ્યા બાદ સામે અમૂલ ફેડરેશને પણ દેવુ ચૂકવવાની વાત કરતા વળાંક આવ્યો છે. બન્ને એકબીજા પાસે નાણાંકીય હિસાબ પેટે બાકી રકમ માંગતા પશુપાલકો, વેપારીઓ અને નાગરિકો મુંઝાઈ રહ્યા છે. હકીકતે બન્ને એકમો નાણા
 
મહેસાણાઃ દૂધસાગર ડેરી અને અમૂલ એકબીજા પાસે માંગી રહ્યા છે કરોડો રૂપિયા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની દૂધસાગર ડેરી અને અમૂલ ફેડરેશન વચ્ચેના વિવાદમાં રાજકારણનો પ્રભાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પહેલા દૂધસાગર ડેરીએ અમૂલ પાસે પૈસા માંગ્યા બાદ સામે અમૂલ ફેડરેશને પણ દેવુ ચૂકવવાની વાત કરતા વળાંક આવ્યો છે. બન્ને એકબીજા પાસે નાણાંકીય હિસાબ પેટે બાકી રકમ માંગતા પશુપાલકો, વેપારીઓ અને નાગરિકો મુંઝાઈ રહ્યા છે. હકીકતે બન્ને એકમો નાણા અંગેનો શ્વેતપત્ર બહાર પાડે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે.

દૂધસાગર ડેરી અને રાજ્ય સરકાર વચ્ચેના ઘર્ષણમાં હવે અમૂલે પણ ઝંપલાવ્યું છે. સૌ પ્રથમ મહેસાણા દૂધ સંઘે અમૂલ પાસે સરેરાશ 350થી વધુ કરોડ ચુકવી દેવા પડકાર ફેંક્યો હતો. આ સાથે અમૂલ ફેડરેશન સાથે છેડો ફાડી અનેક નિર્ણયો લેવાની ગતિવીધી વચ્ચે મામલો ગરમાયો છે. સમગ્ર મામલે અમૂલે 1500 કરોડનું દેવું મહેસાણા દૂધ સંઘ કેવી રીતે ચુકવશે તેવા સવાલો કરતા નાણાંકીય ગોટાળો હોવાનું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે.

અમૂલ ફેડરેશન અને દૂધ સંઘ વચ્ચે નાણાંકીય વહિવટને લઈ શરૂઆતમાં ઉભી થયેલી મુશ્કેલીઓ વધુ ગુંચવણમાં ફસાઈ ગઈ છે. બન્ને એકમમાં ભાજપ અને કોંગ્રેસનું રાજકારણ ભળતા પશુપાલકોના નાણાંનો વહિવટ શંકાસ્પદ બની રહ્યો છે.