મહેસાણાઃ પોલીસ પરિવાર દ્વારા છેલ્લા 23 દિવસથી ફૂડ પેકેટનું વિતરણ

અટલ સમાચાર, મહેસાણા સમગ્ર વિશ્વમાં કોરોના જાણે રાક્ષસરૂપી કહેર વર્તાઈ રહ્યો હોય એમ સમગ્ર ધરા આજે આ મહામારીથી ત્રસ્ત છે. બાળકો-યુવાનો-વડીલ-વૃદ્ધો સહિત તમામ પોતાની જાતને સેલ્ફ કવોરન્ટાઇન કરી “ઘરમાં રહો, સુરક્ષિત રહો”ના નારાને યથાર્થ પણે અમલીકરણ લાવી રહ્યા છે. ત્યાં આવી કપરી પરિસ્થિતિમાં પણ માનવતાના દર્શન થાય છે. સેવાભાવી સંસ્થાઓ અને મંડળો તેમજ લોકકલ્યાણ માટે
 
મહેસાણાઃ પોલીસ પરિવાર દ્વારા છેલ્લા 23 દિવસથી ફૂડ પેકેટનું વિતરણ

અટલ સમાચાર, મહેસાણા

સમગ્ર વિશ્વમાં કોરોના જાણે રાક્ષસરૂપી કહેર વર્તાઈ રહ્યો હોય એમ સમગ્ર ધરા આજે આ મહામારીથી ત્રસ્ત છે. બાળકો-યુવાનો-વડીલ-વૃદ્ધો સહિત તમામ પોતાની જાતને સેલ્ફ કવોરન્ટાઇન કરી “ઘરમાં રહો, સુરક્ષિત રહો”ના નારાને યથાર્થ પણે અમલીકરણ લાવી રહ્યા છે. ત્યાં આવી કપરી પરિસ્થિતિમાં પણ માનવતાના દર્શન થાય છે.

સેવાભાવી સંસ્થાઓ અને મંડળો તેમજ લોકકલ્યાણ માટે સદાય ઉત્સાહી રહેતા માનવતાવાદી માનવને આજે જયારે જરૂરિયાતમંદ લોકોની સેવામાં આવતા જોઈ હૈયું ગદગદી ઉઠે છે. મહેસાણા જિલ્લામાં લોકરક્ષા અને કડક બંદોબસ્તમાં સામેલ પોલીસ કર્મીઓ દ્વારા પ્રજાજનોની રક્ષાથી પર તેઓની જરૂરિયાતો અને લાગણીને સમજી જરૂરીયાતમંદ લોકોને નાસ્તો, જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ અને માસ્કનું વિતરણ કરવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં કમ્યુનીટી કિચનમાં છેલ્લા ૨૩ દિવસથી પોલીસ પરિવાર દ્વારા બનાવવામાં આવેલ ફૂડ પેકેટનું દરરોજ જરૂરીયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવે છે. સુરક્ષાની સાથે માનવતાનો આ સુભગ સમન્વય જોઈ જિલ્લાના નગરજનોની પોલીસ પ્રત્યેની છબીમાં કલ્યાણકારી મનોભાવના દર્શન થયા હતા. આથી કહી શકાય કે પ્રસાશન દ્વારા રહેવાસીઓની તમામ પ્રકારની સાર-સંભાળ-દેખરેખ લેવાય છે. આમ, લોકરક્ષામાં ખડેપગે ફરજ નિભાવતી મહેસાણા પોલીસમાં માનવતાના અમી છાંટણા નજરે પડ્યા હતા.