મહેસાણા જિલ્લોઃ12 ફેબ્રુઆરીએ નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત, જાણો એક ક્લીકથી

અટલ સમાચાર, મહેસાણા અજાણ્યો ટ્રક ચાલક ગાડીને ટક્કર મારી ભાગી છૂટ્યો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર બોરીયાવીથી મેવડ રોડ પર નરેશભાઈ શંકરભાઈ ચૌધરી ઉ.વ.36 જઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો ટ્રક ચાલક પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે સામેથી આવી નરેશભાઈની કારને ટક્કર મારી અજાણ્યો ટ્રક ચાલક વાહન સાથે ભાગી છૂટ્યો હતો.
 
મહેસાણા જિલ્લોઃ12 ફેબ્રુઆરીએ નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત, જાણો એક ક્લીકથી

અટલ સમાચાર, મહેસાણા

અજાણ્યો ટ્રક ચાલક ગાડીને ટક્કર મારી ભાગી છૂટ્યો

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર બોરીયાવીથી મેવડ રોડ પર નરેશભાઈ શંકરભાઈ ચૌધરી ઉ.વ.36 જઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો ટ્રક ચાલક પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે સામેથી આવી નરેશભાઈની કારને ટક્કર મારી અજાણ્યો ટ્રક ચાલક વાહન સાથે ભાગી છૂટ્યો હતો. જેથી કારમાં બેઠેલ ફરિયાદીને નાની-મોટી ઈજાઓ પહોંચતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દેલા ગામ પાસે બાઈકને ગાડીની ટક્કર

મહેસાણા તાલુકાના દેલા ગામ પાસે એક ગાડીના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી બાઈક ચાલક હરેશકુમાર ધુળાજી મકવાણાને ટક્કર મારી હતી. જેથી તેઓને શરીર પર નાની-મોટી વ્યથા પહોંચી હતી. જે બાબતે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરાઈ છે.

બ્રેઝા ગાડીના ચાલકે મોટર સાયકલને મારી ટક્કર

વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર વિજાપુર ટાઉનમાં ગાયત્રી મંદિર પાસેથી હિતેષ પ્રવિણચંદ્ર દમણી (ન્યાયી) પસાર થઈ રહ્યા હતા. આ વખતે એક બ્રેઝા ગાડીનો ચાલકે બેફીકરાઈ પૂર્વક ગાડી હંકારી પાછળથી ટક્કર મારી હતી. જેથી હિતેષભાઈ નીચે પડી જતા ખભાના ભાગે ફેક્ચર થવા પામ્યું હતું. જેથી પોલીસને સમગ્ર જાણ કરતા આ બાબતે ગાડી ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.

મહેસાણા જિલ્લોઃ12 ફેબ્રુઆરીએ નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત, જાણો એક ક્લીકથીખેતરમાં પાર્ક કરેલ બાઈકની ચોરી

લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ આધારે મહેન્દ્રકુમાર કરશનભાઈ પટેલ રણશીપુર ગામે પોતાના ખેતરમાં ગયા હતા. આ વખતે પોતે પોતાનું હિરો કંપનીનું બાઈક કિ.રુ.25,000નુ ખેતરના શેઢા ઉપર પાર્ક કર્યું હતું. જેથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ બાઈકની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ બાબતે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહે ફરિયાદ દાખલ કરી હતી. જેની વધુ તપાસ એએસઆઈ ગોવિંદભાઈએ હાથ ધરી છે.

નંદાસણ હાઈવે પર ચાલુ ગાડીએ 2,98,000ની ચોરી

નંદાસણ પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી આધારે નંદાસણ હાઈવે રોડ ઉપર એક ટ્રક અને આઈશરમાં માલ-સામાન ભરીને લઈ જઈ રહ્યા હતા. આ અંગે કોઈ અજાણ્યા બે ચોર ઈસમોએ પીકપ ડાલુ લઇ પીછો કર્યો હતો. અને ગાડીમાં રહેલ તાડપત્રી તેમજ રસ્સા કાપી ટ્રકમાંથી 6 જેટલા કાપડ-રેડીમેન્ટ ના પાર્સલ, 1 ફુટવેરનુ કાર્ટુન, 1 પ્લાસ્ટીક કવરનુ કાર્ટુન કુલ દાગીના નંગ.8 કિ.રૂ.1,20,000/- તથા આઇસર ગાડીમાંથી રેડીમેડ કાપડ પાસર્લ દાગીના નંગ -4, કેસ્મેટીક કાર્ટુન દાગીના નંગ-1, ઇલેકટ્રીક દાગીના નંગ-1 મળી કુલ દાગીના નંગ-6 જેની કુલ કિંમત રૂ.1,78,000/- મળી બન્ને ગાડીમાંથી કુલ દાગીના નંગ.14 કિ.રૂ.2,98,000ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હતા. આ ક્રાઈમ અંગે બે અજામ્યા ઈસમો તથા બોલેરો પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા જિલ્લોઃ12 ફેબ્રુઆરીએ નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત, જાણો એક ક્લીકથીમહેસાણાના વિરતા ગામે નજીબી બાબતે છરીથી હૂમલો

મહેસાણા તાલુકાના વિરતા ગામે નાના બાળકો કોઈ કારણોસર લડી રહ્યા હતા. જેથી દિનેશભાઈ મફતલાલ પટેલે બાળકોને પોતાના ઘરે જતા રહેવા જણાવ્યું હતું. જેથી આરોપીઓએ કેમ તમે છોડાવો છો તેમ કહી વાંધો ઉઠાવ્યો હતો. તેમજ ઠાકોર સંગ્રામસિંહ ભુપતસિંહ તથા ઠાકોર સંજયજી કનુજી બન્ને રહે.વિરતા, તા.જિ.મહેસાણાનાઓએ ફરિયાદીને ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ઠાકોર સંગ્રામસિંહે દિનેશભાઈને છરી કાઢી ડાબી આંખના ડોઘા ઉપર મારતાં ભારે ઈજાઓ પહોંચી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.