સમગ્ર મહેસાણા જિલ્લામાં તાલુકા કક્ષાના ગણતંત્ર દિને આકર્ષણ જમાવ્યું

અટલ સમાચાર, મહેસાણા આજના ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ પ્રખ્યાત યાત્રાધામ તરીકે જાણીતા ચોસઠ જોગણી માતાજીધામ પાલોદરની પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ ઉપસ્થિત મહાનુભાવોની સ્વજનની જેમ આગતા-સ્વાગતાથી ઉપસ્થિત મુખ્ય મહેમાનો ભાવવિભોર બની ગયા હતા. વહેલી સવારે ધ્વજવંદનના કાર્યક્રમની શરુઆત સ્વાગતગીતથી કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમોએ રંગત એવી જમાવી કે
 
સમગ્ર મહેસાણા જિલ્લામાં તાલુકા કક્ષાના ગણતંત્ર દિને આકર્ષણ જમાવ્યું

અટલ સમાચાર, મહેસાણા

આજના ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ પ્રખ્યાત યાત્રાધામ તરીકે જાણીતા ચોસઠ જોગણી માતાજીધામ પાલોદરની પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ ઉપસ્થિત મહાનુભાવોની સ્વજનની જેમ આગતા-સ્વાગતાથી ઉપસ્થિત મુખ્ય મહેમાનો ભાવવિભોર બની ગયા હતા.

સમગ્ર મહેસાણા જિલ્લામાં તાલુકા કક્ષાના ગણતંત્ર દિને આકર્ષણ જમાવ્યું
રાજપૂત સમાજના આર્મી જવાનો અને યુવાનો દ્વારા સન્માન

વહેલી સવારે ધ્વજવંદનના કાર્યક્રમની શરુઆત સ્વાગતગીતથી કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમોએ રંગત એવી જમાવી કે જેમ જેમ એક બાદ એક વિદ્યાર્થીઓના કાર્યક્રમ આવતા જતા તેમ-તેમ લોકોની ઉત્કંઠા વધતી જતી હતી. જેથી કાર્યક્રમની પૂર્ણાહૂતિ સુધી સાૈ કોઈ આજે દેશદાઝમાં રંગાયેલા નજરે પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તાલુકા કક્ષાની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પ્રદીપસિંહ રાઠોડ (પ્રાન્ત અધિકારી), મામલતદાર કે.એમ.પટેલ અને તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી.એન.રાઠોડને ગ્રામજનો તેમજ રાજપૂત સમાજ દ્વારા તહેદિલથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમગ્ર મહેસાણા જિલ્લામાં તાલુકા કક્ષાના ગણતંત્ર દિને આકર્ષણ જમાવ્યું
રંગારંગ કાર્યક્રમોનુ ઝાંખી

સ્ટેજ પ્રોગ્રામ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામો તેમજ પ્રોત્સાહક ઈનામો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો, રાજપૂત સમાજ અને ગ્રામજનોના ફાળે સફળ કાર્યક્રમનો શ્રેય રહ્યો હતો.

ભારત પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે ઃ પ્રાન્ત અધિકારી

ગણતંત્રના દિવસે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત પ્રાન્ત અધિકારી પ્રદિપસિંહ રાઠોડે મનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ભારતીય સંસદ, ન્યાયતંત્ર તેમજ વહીવટીતંત્ર એટલું સશક્ત છે કે દેશ દિવસને દિવસે સતત પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે. જેથી વિશ્વમાં લોકશાહીના ઉત્તમ ઉદાહરણ તરીકે ભારતની ગણના થાય છે. વિશ્વ તરફ આગળ વધી રહ્યો છે. તેમજ વધુમાં જણાવેલ કે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકોના ઉત્થાન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. જેથી આવી યોજનાઓનો  લાભ લેવો જરુરી બને છે. જ્યારે વહીવટીતંત્ર યોજનાઓ જરુરિયાતમંદો સુધી પહોંચાડવા દિવસ-રાત એક કરી રહ્યું છે.

સામન્ય માણસ મસજી શકે તેવા ક્ષણવારના વક્તવયમાં અધિકારીએ જરુરીયાતમંદોથી લઈ સાંસદ સુધીની કાર્યપ્રણાલી અને લોકશાહીનું ઉત્કૃષ્ઠ વક્તવ્ય આપી પોતાની મહેસાણાને નિષ્ઠાવાન અધિકારી મળ્યા હોવાની ઉપસ્થિત લોકોમાં છાપ છોડી ગયા છે તેવી ચર્ચા લોકમુખે સાંભળવા મળી હતી.