મહેસાણા: જિલ્લા અધિક કલેક્ટરે શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરમાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે ફરમાવ્યો છે. મહેસાણા જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ સાવચેતીના ભાગ રૂપે સુરક્ષાના આદેશ કરાયા છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં ૧૪ ઓગષ્ટ ૨૦૧૯ સુધી શસ્ત્રો રાખવા પર
 
મહેસાણા: જિલ્લા અધિક કલેક્ટરે શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરમાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે ફરમાવ્યો છે. મહેસાણા જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ સાવચેતીના ભાગ રૂપે સુરક્ષાના આદેશ કરાયા છે.

જિલ્લાના તમામ વિસ્તારોમાં  ૧૪ ઓગષ્ટ ૨૦૧૯ સુધી શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે ફરમાવ્યો છે.  જિલ્લામાં શસ્ત્રો, તલવાર, ભાલા, સોટા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવા સાધનો કે હથિયારો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું,જલદી સળગી ઉઠે તેવા વિસ્ફોટક પદાર્થો બનાવવાનું સાથે રાખી ફરવાનું કે કોઇપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મસાલો સાથે લઇ જવાનું, પત્થર જેવા પદાર્થો અથવા હથિયાર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું કે નનામીઓ કે પુતળાં કાઢવાનું પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

નીતિનો ભંગ કરે તેવા ચિત્રો તૈયાર કરવાનું કે પ્રદશિત કરવાનું, ,માણસનું મડદું,આકૃતિ અગર પ્રતિમા પ્રદર્શિત કરવાનું સુરૂચિનો ભંગ કરે તેવું ભાષણ કરવાનુ, અસભ્ય વાણી ઉચ્ચારવાનું, નિતિનો ભંગ થાય તેવા હાવ-ભાવ કરવા, ચેષ્ટાઓ કરવાની તથા ચિત્રો, પત્રિકાઓ અથવા પ્લેકાર્ડો તૈયાર કરવાનું કે ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો.