મહેસાણા: વનવિભાગની કથિત માટી ચોરીની તપાસમાં લાલિયાવાડી સામે આવી !
અટલ સમાચાર, મહેસાણા મહેસાણા વનવિભાગે ગત ચોમાસા દરમિયાન કરેલ વૃક્ષ વાવેતરમાં સંબંધિત આર.એફ.ઓ દ્વારા માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વનવિભાગે જિલ્લા ખાણખનીજની જાણ બહાર કરેલા માટીના ઉપયોગ સામે તપાસ કરવામાં આવેલી છે. જોકે મહિનાઓથી તપાસના નામે તિકડમ ચાલી રહ્યાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે જિલ્લા ખાણખનીજ એકમે મહેસાણા વન વિભાગ પાસેથી વિગતો લેવા તજવીજ
                                          Mar 18, 2019, 16:08 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા વનવિભાગે ગત ચોમાસા દરમિયાન કરેલ વૃક્ષ વાવેતરમાં સંબંધિત આર.એફ.ઓ દ્વારા માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વનવિભાગે જિલ્લા ખાણખનીજની જાણ બહાર કરેલા માટીના ઉપયોગ સામે તપાસ કરવામાં આવેલી છે. જોકે મહિનાઓથી તપાસના નામે તિકડમ ચાલી રહ્યાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે જિલ્લા ખાણખનીજ એકમે મહેસાણા વન વિભાગ પાસેથી વિગતો લેવા તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન વનવિભાગ દ્વારા મહેસાણા, બેચરાજી, કડી, વિજાપુર, ખેરાલુ સહિતની રેન્જ કચેરીઓએ કાચું કાપ્યું હોવાની આશંકાને પગલે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે ખાણ ખનીજના નિયમો અને કથિત માટી ચોરી મામલે કડક તપાસમાં ગંભીર રિપોર્ટ તૈયાર થઈ શકે છે.
આવી સ્થિતિમાં વનવિભાગે માર્ચ એન્ડિંગનું કારણ આપી તપાસ વિલંબમાં હોવાનું જણાવતાં સંબંધિત અધિકારીઓને છાવરી રહી હોવાની આશંકા જન્મી છે.

