રેકર્ડ@મહેસાણા: આયોજન કચેરી દ્વારા વર્ગીકરણ બાદ રકમ જમા કરાવી
અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા આયોજન કચેરી દ્વારા રેકર્ડ નાશ કર્યાના અહેવાલ બાદ નવીન બાબતો સ્પષ્ટ થઈ છે. આયોજન અધિકારી દ્વારા કર્મચારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં કચેરી દ્વારા તમામ ફાઇલોનું વર્ગવાર વર્ગીકરણ કરી નાશ કરેલ રેકર્ડની રકમ જમા કરાવવામાં આવી છે. મહેસાણા જિલ્લા આયોજન કચેરી ચુંટણી સાથે રેકર્ડ નાશની કાર્યવાહીની દોડધામમાં લાગી છે. રેકર્ડ
                                          Apr 15, 2019, 20:38 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લા આયોજન કચેરી દ્વારા રેકર્ડ નાશ કર્યાના અહેવાલ બાદ નવીન બાબતો સ્પષ્ટ થઈ છે. આયોજન અધિકારી દ્વારા કર્મચારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં કચેરી દ્વારા તમામ ફાઇલોનું વર્ગવાર વર્ગીકરણ કરી નાશ કરેલ રેકર્ડની રકમ જમા કરાવવામાં આવી છે.
મહેસાણા જિલ્લા આયોજન કચેરી ચુંટણી સાથે રેકર્ડ નાશની કાર્યવાહીની દોડધામમાં લાગી છે. રેકર્ડ નાશની પ્રક્રિયામાં વર્ગીકરણ બાદ રકમ સરકારી સદરે જમા કરાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીની વ્યસ્તતામાં રેકર્ડ નાશની કાર્યવાહી હળવાશથી લેવાઈ હતી. જેથી સમાચારના અહેવાલ બાદ મુશીબતનો સામનો કરવો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

