આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કેટલાક ચેરમેને ગાડી અને ભથ્થાની માંગણી કરતા કારોબારી અધ્યક્ષ સાથે ઘર્ષણ

ગુરુવારે બપોરે મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભારે ગરમાગરમી જોવા મળી હતી. બેઠકમાં શરૂઆતમાં બધું બરાબર ચાલ્યા બાદ થોડીવારમાં સદસ્યોએ પોતાની  વાત રજૂ કરી હતી. જેમાં શિક્ષણ સમિતિ ચેરમેને ગાડી અને બગલાની માંગણી કરતા કારોબારી અધ્યક્ષે નકારી કાઢ્યું હતું. આ દરમિયાન આરોગ્ય સમિતિના ચેરમેનના પતિએ ભાજપના શાસન વખતની વાત રજુ કરતા કારોબારી અધ્યક્ષ ગિન્નાયા હતા. બંને વચ્ચેનું ઘર્ષણ ઉગ્ર બની જતા ઘડીભર માહોલ ગરમાયો હતો. જેનાથી જિલ્લા પંચાયતની સામાન્ય સભા સમરાંગણ જેવી બની ગઈ હતી. શિક્ષણ સમિતિ ચેરમેન હસમુખભાઈ ચૌધરીએ હોદ્દાની રૂએ પોતાની માંગણી મૂકી હતી. જેને કારોબારી અધ્યક્ષ અજીત મકવાણાએ નકારી કાઢી અયોગ્ય ખર્ચ નહિ કરવાનું જણાવ્યું હતું. આ દરમિયાન આરોગ્ય સમિતિ ચેરમેન ભગવતીબેન પટેલના પતિ ભરતભાઈએ ભાજપના શાસન વખતની વાતોનો આધાર લઇ પોતાની વાત રજૂ કરી હતી. જેથી કારોબારી અધ્યક્ષ અજિત મકવાણાએ ભાજપની ભાટાઈ કરવી હોય તો ભાજપમાં ચાલ્યા જાઓ.  આ તરફ ભરતભાઈ એ પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા બંને વચ્ચેનું ઘર્ષણ કેટલોક સમય બાદ લંબાતા સામાન્ય સભા યુદ્ધ જેવી બની ગઈ હતી. સુત્રોએ જણાવ્યું કે સામાન્ય બોલાચાલી એટલી બધી ઉગ્ર બની ગઈ હતી કે patni મર્યાદાઓ પણ બાજુ પર રહી ગઈ હતી

29 Sep 2020, 3:15 AM (GMT)

COVID-19 Global Stats

33,623,987 Total Cases
1,007,763 Death Cases
24,929,195 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code