મહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે

અટલ સમાચાર, મહેસાણા પૂજ્ય મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં ૦૨ ઓક્ટોબર ૨૦૨૦ થી ૦૮ ઓક્ટોબર ૨૦૨૦ દરમ્યાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્યના વિકાસમાં અને આર્થિક, સામાજિક અને ઔધોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવામાં દારૂનું સેવન તથા અન્ય કુટેવો જેવી કે બીડી-સિગારેટથી પણ લોકોને થતા નુકશાન સામે જાગૃત કરવા તથા કુટેવોથી મુક્ત કરવા
 
મહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે

અટલ સમાચાર, મહેસાણા

પૂજ્ય મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં ૦૨ ઓક્ટોબર ૨૦૨૦ થી ૦૮ ઓક્ટોબર ૨૦૨૦ દરમ્યાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્યના વિકાસમાં અને આર્થિક, સામાજિક અને ઔધોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવામાં દારૂનું સેવન તથા અન્ય કુટેવો જેવી કે બીડી-સિગારેટથી પણ લોકોને થતા નુકશાન સામે જાગૃત કરવા તથા કુટેવોથી મુક્ત કરવા જાગૃતિ લાવવાનું કાર્ય ઘનિષ્ઠા રીતે થાય તે જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દર વર્ષે આ સપ્તાહ દરમ્યાન જિલ્લાના નશાબંધી અધિક્ષકઓ અને નશાબંધી મંડળના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. નશાબંધીનો પ્રચાર થાય તે હેતુથી આ વર્ષે પણ નશાબંધી સપ્તાહ દરમ્યાન માદક પદાર્થો, સિગારેટ વગેરેના સેવનની વિરુદ્ધમાં પ્રચારાત્મક સૂત્રોના બોર્ડ સાથે અગત્યના જાહેર માર્ગ ઉપર ફરતા સારો પ્રચાર સહિતની લોકોમાં માદક દ્રવ્યોથી થતાં નુકશાન અંગે લોકજાગૃતિ માટે વ્યસનમુક્તિ સેમિનારો ગોઠવવામાં આવશે.

આ તમામ નશાબંધી સપ્તાહની ઉજવણી દરમ્યાન હાલમાં દેશમાં ચાલી રહેલી કોવિડ-૧૯ મહામારીને કારણે ભારત સરકારે આપેલ સૂચનાઓ જેવી માસ્કનો ઉપયોગ કરવો, સેનિટાઇઝરથી હાથ સાફકરવા, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું વગેરેનું ચુસ્ત અને ફરજિયાત પણે પાલન કરાશે.