મહેસાણા ડ્રગ્સ કચેરીની કાર્યવાહીમાં ફેક્ટરીઓ વચ્ચે ભેદભાવ કેમ ? જાણો વિગતો..

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીના સત્તાધીશો અંગે પંથકના ફેક્ટરી આલમમાં ચર્ચાએ જોર પકડયું છે કાયદેસરની કામગીરીમાં વિલંબ કરવા સહિતના મામલે ઉદ્યોગકારને ટેબલ વ્યવહાર કરવા તૈયાર કરવામાં આવતો હોવાની વાતો ચાલી રહી છે. કચેરીના કાર્યક્ષેત્રમાં અનેક ફેક્ટરીમાં જોગવાઇઓનું અમલીકરણ 100% નહિ જળવાતાં ભેદભાવ થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લા ડ્રગ્સ કચેરી દ્વારા વિવિધ ફેક્ટરીઓમાં
 
મહેસાણા ડ્રગ્સ કચેરીની કાર્યવાહીમાં ફેક્ટરીઓ વચ્ચે ભેદભાવ કેમ ? જાણો વિગતો..

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીના સત્તાધીશો અંગે પંથકના ફેક્ટરી આલમમાં ચર્ચાએ જોર પકડયું છે કાયદેસરની કામગીરીમાં વિલંબ કરવા સહિતના મામલે ઉદ્યોગકારને ટેબલ વ્યવહાર કરવા તૈયાર કરવામાં આવતો હોવાની વાતો ચાલી રહી છે. કચેરીના કાર્યક્ષેત્રમાં અનેક ફેક્ટરીમાં જોગવાઇઓનું અમલીકરણ 100% નહિ જળવાતાં ભેદભાવ થઈ રહ્યો છે.

મહેસાણા જિલ્લા ડ્રગ્સ કચેરી દ્વારા વિવિધ ફેક્ટરીઓમાં અવારનવાર તપાસ કરવા સહિતના કામે મુલાકાતો ગોઠવાય છે. જેમાં નવીન ફેક્ટરી સાથે કેટલાકના લાયસન્સ રીન્યુ કરવા સંબંધિત કામે યુનિટ ધારકો વચ્ચે વ્યવહારની બાબતે ભેદભાવ થતો હોવાની ચર્ચા અચાનક વધી ગઈ છે. સુત્રોએ જણાવ્યું હતું કે જિલ્લામાં આવેલી ડ્રગ્સ ફેક્ટરીઓમા જોગવાઈઓનું પાલન કરાવવામાં જે કાર્યપધ્ધતિથી કામ લેવાય છે તે આશંકા ઊભી કરી રહી છે. આવા સંજોગોમાં જોગવાઈઓ અંગે દંડાતા યુનિટ ધારકો અન્ય ફેક્ટરી સામે કાર્યવાહી કેમ નહિ કરવામાં આવતી નથી તે સહિતના સવાલો ઉઠાવતા મામલો વધુ ગરમાયો છે.