મહેસાણા: દૂધસાગર ડેરીએ કોર્ષ ચલાવ્યો, નોકરી નહિ મળતાં સત્તાધિશો સામે સુત્રોચ્ચાર

અટલ સમાચાર,મહેસાણા મહેસાણાની દૂધસાગર ડેરી સામે વહીવટી રીતે ગંભીર સવાલો ઉભા થતાં હોવાની રજૂઆત થઇ છે. દૂધસાગર ડેરી દ્રારા મિલ્ક પ્રોડક્શન અને મેનેજમેન્ટનો કોર્ષ ચલાવવામાં આવે છે. આ કોર્ષ બાદ ડેરીએ વિદ્યાર્થીઓને નોકરી આપવાની પણ ગેરંટી આપી હતી. જોકે અનેક યુવાનોએ કોર્ષ કરવા છતાં નોકરી નહિ મળતાં બેરોજગાર રહ્યા હોવાની રજૂઆત ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ
 
મહેસાણા: દૂધસાગર ડેરીએ કોર્ષ ચલાવ્યો, નોકરી નહિ મળતાં સત્તાધિશો સામે સુત્રોચ્ચાર

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાની દૂધસાગર ડેરી સામે વહીવટી રીતે ગંભીર સવાલો ઉભા થતાં હોવાની રજૂઆત થઇ છે. દૂધસાગર ડેરી દ્રારા મિલ્ક પ્રોડક્શન અને મેનેજમેન્ટનો કોર્ષ ચલાવવામાં આવે છે. આ કોર્ષ બાદ ડેરીએ વિદ્યાર્થીઓને નોકરી આપવાની પણ ગેરંટી આપી હતી. જોકે અનેક યુવાનોએ કોર્ષ કરવા છતાં નોકરી નહિ મળતાં બેરોજગાર રહ્યા હોવાની રજૂઆત ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ કરી છે. એબીવીપીના કાર્યક્રરોએ ડેરીના સત્તાધિશોને આવેદનપત્ર આપ્યુ છે.

મહેસાણા: દૂધસાગર ડેરીએ કોર્ષ ચલાવ્યો, નોકરી નહિ મળતાં સત્તાધિશો સામે સુત્રોચ્ચાર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા: દૂધસાગર ડેરીએ કોર્ષ ચલાવ્યો, નોકરી નહિ મળતાં સત્તાધિશો સામે સુત્રોચ્ચાર

મહેસાણામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા ડેરીના માન્ય કોર્ષ બાદ નોકરી ન મળતાં ચેરમેનને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં ડેરીના પરિપત્ર ક્રમાંક સી.એસ.04 તારીખ 12-6-2015 અનુસાર ગણપત યુનિવર્સીટી હેઠળ મિલ્ક પ્રોડક્શન અને ડેરી મેનેજમેન્ટનો 4 વર્ષનો કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં 100 ટકા નોકરીની બાંહેધરી પણ ડેરી દ્રારા આપવામાં આવી હતી. જોકે 2019માં અભ્યાસ પૂરો કરેલ વિદ્યાર્થીઓ કોર્ષ મુજબની નોકરીથી વંચિત રહ્યા હોવાનું સામે આવતા એબીવીપી મેદાને આવ્યુ છે.

મહેસાણા: દૂધસાગર ડેરીએ કોર્ષ ચલાવ્યો, નોકરી નહિ મળતાં સત્તાધિશો સામે સુત્રોચ્ચાર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ડેરીના સંચાલકો દ્રારા સંતોષપૂર્ણ જવાબ આપવામાં આવેલ નથી. આ સાથે 2020માં પાસ થનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ખતરામાં લાગી રહ્યું હોવાથી એબીવીપીએ અત્યારથી જ ન્યાયની માંગ કરી છે. આમ બંને વર્ષના પૂર્ણ 76 વિદ્યાર્થીઓમાંથી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓને નોકરી આપવા અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા માંગ કરવામાં આવી છે. જો 10 દિવસમાં આ સમસ્યાનું સમાધાન નહિ થાય તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ડેરીના સત્તાધિશોની રહેશે તેવુ આવેદનપત્રમાં જણાવ્યુ છે.

બેરોજગાર યુવકોએ કર્યા સુત્રોચ્ચાર

દૂધસાગર ડેરી દ્રારા ચાલતાં કોર્ષમાં અભ્યાસ પુર્ણ કર્યો છતાં નોકરી નહિ મળતાં અનેક યુવાનો નારાજ બન્યા છે. આથી એબીવીપીના વડપણ હેઠળ આજે ડેરીના સત્તાધિશો સામે સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ડેરીના ગેટ આગળ એકઠા થઇ ગાંધી ચિંધ્યા માર્ગે બેનરો દ્રારા ન્યાય આપવાની માંગ કરી હતી.