મહેસાણા: ગુરૂ બ્રાહ્મણ સમાજની દીકરી નાયબ કલેક્ટર બની, ગૌરવ વધાર્યુ

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) એશિયાભરમાં સૌથી મોટા ગંજબજાર ગણાતા ઉંઝા તાલુકાના ઉનાવા ગામની ગુરૂ બ્રાહ્મણ સમાજની દિકરીએ GPSCની કઠીન ગણાતી પરિક્ષામાં ઉત્તીર્ણ થઇ સમગ્ર ઉનાવા ગામ અને ગુરૂ બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યુ છે. ડો.શ્રધ્ધા શ્રીમાળી રાજયમાં કલાસવન ઓફીસરની પદવી મેળવતા પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. મૂળ ઉનાવા ગામના વતની ડો.શ્રધ્ધા શ્રીમાળી પોતે બીડીએસ
 
મહેસાણા: ગુરૂ બ્રાહ્મણ સમાજની દીકરી નાયબ કલેક્ટર બની, ગૌરવ વધાર્યુ

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

એશિયાભરમાં સૌથી મોટા ગંજબજાર ગણાતા ઉંઝા તાલુકાના ઉનાવા ગામની ગુરૂ બ્રાહ્મણ સમાજની દિકરીએ GPSCની કઠીન ગણાતી પરિક્ષામાં ઉત્તીર્ણ થઇ સમગ્ર ઉનાવા ગામ અને ગુરૂ બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યુ છે. ડો.શ્રધ્ધા શ્રીમાળી રાજયમાં કલાસવન ઓફીસરની પદવી મેળવતા પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

મહેસાણા: ગુરૂ બ્રાહ્મણ સમાજની દીકરી નાયબ કલેક્ટર બની, ગૌરવ વધાર્યુ
Dr. Shradha Shrimali

મૂળ ઉનાવા ગામના વતની ડો.શ્રધ્ધા શ્રીમાળી પોતે બીડીએસ ડોકટર છે તથા તેમના પિતા વિનોદભાઇ શ્રીમાળી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરામાં નોકરી કરે છે તેમજ તેમના માતા ગૌરીબેન વડોદરા ના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષિકા છે. તેમને પોતાની દીકરીને નાનપણથી શિક્ષણ આપવામાં કોઇ કચાશ રાખી ન હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યુ હતુ. તેમના બંને ભાઇઓ પણ ઉચ્ચ ડીગ્રી ધરાવે છે.

મહેસાણા: ગુરૂ બ્રાહ્મણ સમાજની દીકરી નાયબ કલેક્ટર બની, ગૌરવ વધાર્યુ

 

ડો.શ્રધ્ધા શ્રીમાળી ડોકટર હોવા છતાં પણ ઉચ્ચ કારકિર્દીના ધ્યેય સાથે અભ્યાસમાં મન પરોવતા તાજેતરમાં GPSC ઘ્વારા આવેલી વર્ગ-૧ નાયબ કલેક્ટરની સંવર્ગની પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતાં ડો.શ્રધ્ધાબેન વિનોદભાઇ શ્રીમાળીએ પાસ કરી નાયબ કલેક્ટર બની ગામ અને ગુરૂ બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યુ હતુ. સમસ્ત ગ્રામજનોએ આ દીકરીને ઉમળકાભેર વધાવી લઇ અભિનંદન પાઠવ્યા હતા.

મહેસાણા: ગુરૂ બ્રાહ્મણ સમાજની દીકરી નાયબ કલેક્ટર બની, ગૌરવ વધાર્યુ