મહેસાણાઃ ખાનગીક્ષેત્રેના નોકરીદાતા દ્રારા ઇ-રોજગાર ભરતીમેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગીક્ષેત્રેના નોકરીદાતા દ્વારા ઇ-રોજગાર ભરતીમેળાના માધ્યમથી ભરતી કરવા માટે ઇ-રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા કરવામાં આવેલ છે. જેમા ધોરણ-૧૦/આઇ.ટી.આઇ પાસથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો ઇ-રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની
 
મહેસાણાઃ ખાનગીક્ષેત્રેના નોકરીદાતા દ્રારા ઇ-રોજગાર ભરતીમેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગીક્ષેત્રેના નોકરીદાતા દ્વારા ઇ-રોજગાર ભરતીમેળાના માધ્યમથી ભરતી કરવા માટે ઇ-રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા કરવામાં આવેલ છે. જેમા ધોરણ-૧૦/આઇ.ટી.આઇ પાસથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો ઇ-રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશે.  વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇ- રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ ટેલીફોનીક, વિડીયોકોલના માધ્યમથી ઇન્ટવ્યુ લેશે. ઇ-રોજગાર ભરતીમેળામાં રોજગારવાંચ્છુ ઉમેદવારે ભાગ લેવા માટે ઓનલાઇ લીન્ક:https://rb.gy/bjyjmn પર ઓનલાઇન રજીસ્ટ્રેશન 10 ઓગસ્ટ 2020 પહેલા કરાવી લેવા મહેસાણા જિલ્લા સર્વે રોજગારવાંચ્છુ ઉમેદવારોને જણાવવામાં આવેલ છે.