મહેસાણાઃ કલેકટરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઇ

અટલ સમચાર, મહેસાણા મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને ૦૪ મહેસાણા લોકસભા અને ૨૧ ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં મતદાતા રોલ, મેનપાવર, મટરીયલ, ઇ.વી.એમ અને મતદાન મથકોની સમીક્ષા કરાઇ હતી. જેમાં ઇલેક્ટ્રોલ રોલ, સર્વિસ વોટર, પોલીંગ સ્ટાફ રેન્ડમાઇઝેશન, મતદાન મથક, કાયદો અને વ્યવસ્થા, ઉંઝા વિધાનસભા
 
મહેસાણાઃ કલેકટરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઇ

અટલ સમચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને ૦૪ મહેસાણા લોકસભા અને ૨૧ ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં મતદાતા રોલ, મેનપાવર, મટરીયલ, ઇ.વી.એમ અને મતદાન મથકોની સમીક્ષા કરાઇ હતી. જેમાં ઇલેક્ટ્રોલ રોલ, સર્વિસ વોટર, પોલીંગ સ્ટાફ રેન્ડમાઇઝેશન, મતદાન મથક, કાયદો અને વ્યવસ્થા, ઉંઝા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારી, ચૂંટણીપંચ દ્વારા મળતી વખતો વખત સુચનાઓનું અમલીકરણ, સી-વીજીલ, ફરીયાદોનું રીપોર્ટીંગ, ચૂંટણી ખર્ચ નિયંત્રણ સેલ સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપ દ્રારા થતી પ્રવૃતિઓ, સંકલ્પપત્રોનું વિતરણ અને પરત મેળવવા સહિત વિવિધ બાબતોની ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત આપવામાં થતી તાલીમ અને નવી સુવિધા પોર્ટલ બાબતે પણ ચર્ચા કરાઇ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પથિક પટેલ સહિતના જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.