મહેસાણા: મામલતદાર કચેરી કાર્યક્રમોમાં વ્યસ્ત, અરજદારોને 4 દિવસથી ઘક્કા

અટલ સમાચાર, મહેસાણા વડનગરમાં તાનારીરી મહોત્સવ તો પુર્ણ થઇ ગયો પરંતુ આ દરમ્યાન મહેસાણા મામલતદાર કચેરી ખાતે અરજદારોને ધરમધક્કો ખાવાનો વારો આવ્યો હતો. નાયબ મામલતદાર કાર્યક્રમમાં હોવાથી ત્રણ દિવસ અરજદારોએ ધક્કા ખાઇને વિલા મોઢે પરત ફરવુ પડ્યુ હતુ. તો બીજી તરફ આજે 8 તારીખે પણ સેવાસેતુ કાર્યક્રમ હોવાથી રેશનકાર્ડની કામગીરી બંધ રખાતા અરજદારોમાં ભારે નારાજગી
 
મહેસાણા: મામલતદાર કચેરી કાર્યક્રમોમાં વ્યસ્ત, અરજદારોને 4 દિવસથી ઘક્કા

અટલ સમાચાર, મહેસાણા

વડનગરમાં તાનારીરી મહોત્સવ તો પુર્ણ થઇ ગયો પરંતુ આ દરમ્યાન મહેસાણા મામલતદાર કચેરી ખાતે અરજદારોને ધરમધક્કો ખાવાનો વારો આવ્યો હતો. નાયબ મામલતદાર કાર્યક્રમમાં હોવાથી ત્રણ દિવસ અરજદારોએ ધક્કા ખાઇને વિલા મોઢે પરત ફરવુ પડ્યુ હતુ. તો બીજી તરફ આજે 8 તારીખે પણ સેવાસેતુ કાર્યક્રમ હોવાથી રેશનકાર્ડની કામગીરી બંધ રખાતા અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

મહેસાણા: મામલતદાર કચેરી કાર્યક્રમોમાં વ્યસ્ત, અરજદારોને 4 દિવસથી ઘક્કા

મહેસાણા જીલ્લાના વડનગર ખાતે ત્રિદિવસીય તાનારીરી મહોત્વસ યોજાયો હતો. આ દરમ્યાન મહેસાણા મામલતદાર કચેરીના નાયબ મામલદાર પણ કાર્યક્રમમાં હોવાથી અરજદારો રઝળી પડ્યા હતા. મહત્વનું છે કે, મહેસાણા મામલતદાર કચેરીમાં અરજદારો જમીનની વારસાઇ, આવકના દાખલા, જાતિના દાખલા વગેરે કામકાજ અર્થે ગામડેથી આવતા હોય છે. પરંતુ નાયબ મામલતદાર વડનગર તાનારીરી મહોત્સવ હોવાથી અરજદારો રઝળી પડ્યા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મામલતદાર ઓફીસમાં બે સ્ટીકરો મારવામાં આવ્યા છે. જેમાં એકમાં તા. 05/06/07- 11-2019 એમ ત્રણ દિવસ સુધી નાયબ મામલતદાર વડનગર ખાતે તાનારીરી મહોત્સવમાં હોવાથી રેશનકાર્ડની બંધ રહેશે એવુ લખાણ હતુ. તો બીજા સ્ટીકરમાં સેવાસેતુ કાર્યક્રમ હોવાથી 08/11/2019ના દિવસે રેશનકાર્ડની કામગીરી બંધ રહેશે. આમ રેશનકાર્ડ ધારકો સતત ચાર દિવસથી મામલતદાર કચેરીના ધક્કા ખાઇ વિલા મોઢે પરત ફરી રહ્યા છે.