મહેસાણા: માજી સૈનિકો પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ નોંધાવવું

અટલ સમાચાર, મહેસાણા મીલીટરીનું ફેમીલી પેન્શન મેળવવા માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ હોવું જરૂરી છે કે જેથી પેન્શન મેળવતા માજી-સૈનિકના અવસાન બાદ તેઓના વારસદારોને ફેમીલી પેન્શન મેળવવામાં કોઇ તકલીફ ન પડે તે માટે પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ નોંધાવવું જરૂરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સને ૦૧ જાન્યુઆરી ૧૯૮૬ કે તે
 
મહેસાણા: માજી સૈનિકો પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ નોંધાવવું

અટલ સમાચાર, મહેસાણા

મીલીટરીનું ફેમીલી પેન્શન મેળવવા માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ હોવું જરૂરી છે કે
જેથી પેન્શન મેળવતા માજી-સૈનિકના અવસાન બાદ તેઓના વારસદારોને ફેમીલી પેન્શન મેળવવામાં કોઇ તકલીફ ન પડે તે માટે પેમેન્ટ ઓર્ડરમાં વારસદારનું નામ નોંધાવવું જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સને ૦૧ જાન્યુઆરી ૧૯૮૬ કે તે પહેલા મીલીટરીમાંથી પેન્શન સાથે દાખલ કરાવ્યું ન હોય તેઓએ તાત્કાલિક પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં પોતાના વારસદારનું નામ દાખલ કરાવી લેવા જણાવાયું છે. આ અંગેના અરજી પત્રકો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણાથી કચેરી સમય દરમ્યાન મેળવી લેવા જણાવાયું છે એમ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, મહેસાણાની અખબારી યાદીમાં જણાવેલ છે.