મહેસાણા: ABVP દ્વારા “સંવેદન પ્રકલ્પ” રજુ કરતુ પ્રદર્શન યોજાયુ
અટલ સમાચાર,મહેસાણા મહેસાણા ABVP દ્વારા ચાલતા “સંવેદન પ્રકલ્પ” ના પ્રચાર-પ્રસાર માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન રામ ની ૩૮મી રથયાત્રામાં પ્રકલ્પને રજુ કરતો ટેબ્લો રાખવામાં આવ્યો હતો. મહેસાણા શહેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, વધેલા કોરા પેજ અલગ કરીને વિદ્યાર્થી પરિષદ સુધી પહોંચાડે જેથી તેના નવા ચોપડા બનાવીને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડી
                                          Apr 15, 2019, 15:46 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા ABVP દ્વારા ચાલતા “સંવેદન પ્રકલ્પ” ના પ્રચાર-પ્રસાર માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન રામ ની ૩૮મી રથયાત્રામાં પ્રકલ્પને રજુ કરતો ટેબ્લો રાખવામાં આવ્યો હતો. મહેસાણા શહેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, વધેલા કોરા પેજ અલગ કરીને વિદ્યાર્થી પરિષદ સુધી પહોંચાડે જેથી તેના નવા ચોપડા બનાવીને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડી શકાય.

ટેબ્લો માં કોરા પત્તા, પૂંઠા તેમજ નવા ચોપડાનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતુ. સાથે જ તેમાં રોપા વિતરણ દ્વારા પ્રકૃતિ બચાવો, વૃક્ષો વાવો જેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

