ચોંક્યાં@મહેસાણા: પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો ત્રાટક્યાં, દાગીના-રોકડ સહિત 3.90 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણા શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. શહેરના ટી.બી.રોડ વિસ્તારમાં રામદેવપીરના પાઠમાં ગયેલ પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યાં હતા. જોકે મોડીરાત્રે પરિવાર પરત ઘરે આવતાં તપાસ કરતાં ઘરમાં બધો સામાન વેર-વિખેર પડ્યો હતો. જેમાં ઉપરના માળે સુતેલા પુત્ર અને પુત્રવધુને બોલાવી
 
ચોંક્યાં@મહેસાણા: પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો ત્રાટક્યાં, દાગીના-રોકડ સહિત 3.90 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણા શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. શહેરના ટી.બી.રોડ વિસ્તારમાં રામદેવપીરના પાઠમાં ગયેલ પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યાં હતા. જોકે મોડીરાત્રે પરિવાર પરત ઘરે આવતાં તપાસ કરતાં ઘરમાં બધો સામાન વેર-વિખેર પડ્યો હતો. જેમાં ઉપરના માળે સુતેલા પુત્ર અને પુત્રવધુને બોલાવી વધુ તપાસ કરતાં સોના-ચાંદીના દાગીન અને રોકડ રકમ 3.90 લાખની ચોરી થઇ હોવાનું ખુલ્યુ હતુ. જેથી ફરીયાદીએ અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના ટી.બી. રોડ પરના સુરાજ બા ડુપ્લેક્ષમાં 3.90 લાખની ચોરી થયાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. મૂળ વડનગરના શેખપુર ગામના અને હાલ નિવૃત્ત જીવન ગુજારતાં જીવરામભાઇ અમથારામ પ્રજાપતિ હાલ સુરાજ બા ડુપ્લેક્ષમાં મ.નં-બી/52માં રહે છે. ગત 17 સપ્ટેમ્બરના રોજ તેઓ સંબંધીના ઘરે રામદેવપીરનો પાઠ હોઇ દર્શન કરવા ગયા હતા. જ્યાં મોડીરાત્રે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરના મેઇન દરવાજાને તાળું મારી ઉપરના માળે સુવા ગયા હતા. જ્યાં આશરે ચારેક વાગ્યે જીવરામભાઇ અને તેમની પત્નિ ઘરે આવતાં દરવાજો નકુચા વડે બંધ હોઇ ખોલી અંદર જોતાં સામાન વેર-વિખેર પડ્યો હતો. જેથી તાત્કાલિક પુત્ર અને પુત્રવઘુને જગાડતાં તપાસ કરતાં ચોરી થયાનું ખુલ્યુ હતુ.

ચોંક્યાં@મહેસાણા: પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો ત્રાટક્યાં, દાગીના-રોકડ સહિત 3.90 લાખની ચોરી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પરિવારના 2 સભ્યો ઉપરના માળે સુઇ ગયા બાદ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ફરીયાદ મુજબ અજાણ્યાં ઇસમો ઘરમાંથી સોનાના મંગળસુત્ર નંગ-2 આશરે 04 તોલા વજનની જે એક તોલાની આશરે કિ.રૂ.40,000 લેખે કુલ કિ.રૂ. 1,60,000, સોનાનું ડોકીયુ નંગ-1 આશરે 02 તોલા વજનની જે એક તોલાની આશરે કિ.રૂ.40,000 કુલ કિ.રૂ.80,000, એક સોનાની જુમ્મરવાળી કાનની બુટ્ટી આશરે 01 તોલા વજનની જેની કિ.રૂ.40,000 એક સોનાનો દોરો,(ચેઇન) જે 01 તોલા વજનની જેની કિ.રૂ.40,000 ચાંદીની પગની સેરો જોડ-03 આશરે 900 ગ્રામની તેમજ ચાંદીની લક્કી નંગ-1 જે આશરે 100 ગ્રામની મળી કુલ એક કિલો ચાંદી મળી આશરે કિ.રૂ.50,000 તથા રોકડ રકમ રૂ.20,000 મળી કુલ રૂ.3,90,000ની ચોરી થઇ છે. સમગ્ર મામલે પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.