મારામારી@મહેસાણા: પેસેન્જર ઉતારવા ગયેલ રીક્ષાચાલકને ઇસમોએ માર મારતાં 2 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા શહેરની એક સોસાયટીમાં રીક્ષા ચાલક પેસેન્જર મુકવા ગયા બાદ સ્થાનિક રહીશ સાથે મારામારીની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે શહેરનો રીક્ષાચાલક સોસાયટી આગળ પેસેન્જર ઉતારવા ગયો હતો. જે બાદમાં સોસાયટીના રહીશે જાત પુછીને માર માર્યો હતી. આ સાથે અગાઉ તેમની સોસાયટીના કોઇ છોકરાને માર માર્યો હોવાની અદાવત રાખી પાઇપ
 
મારામારી@મહેસાણા: પેસેન્જર ઉતારવા ગયેલ રીક્ષાચાલકને ઇસમોએ માર મારતાં 2 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરની એક સોસાયટીમાં રીક્ષા ચાલક પેસેન્જર મુકવા ગયા બાદ સ્થાનિક રહીશ સાથે મારામારીની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે શહેરનો રીક્ષાચાલક સોસાયટી આગળ પેસેન્જર ઉતારવા ગયો હતો. જે બાદમાં સોસાયટીના રહીશે જાત પુછીને માર માર્યો હતી. આ સાથે અગાઉ તેમની સોસાયટીના કોઇ છોકરાને માર માર્યો હોવાની અદાવત રાખી પાઇપ વડે માથાના ભાગે અને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ઘટનાને લઇ યુવકે બે ઇસમના નામજોગ મહેસાણા શહેર એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરમાં ગઇકાલે રાત્રે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. શહેરના નવી ચિત્રોડીપુરા વસાહત ઇન્દિરાનગરમાં રહેતાં રીક્ષાચાલક ભાવિકકુમાર મહેન્દ્રભાઇ સેનમાં ગઇકાલે રાત્રે પેસેન્જર ઉતારવા સાડા દસેક વાગે શિવસ સોસાયટી પાસે પહોંચ્યા હતા. જ્યાં ગેટ આગળ કેટલાંક ઇસમો ઉભા હોઇ તેમને ભાવિકને જાત પુછીને તેઓની સોસાયટીના કોઇ છોકરાને માર મારેલ હોઇ તેની અદાવત રાખી ફરીયાદીને ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમ્યાન ગાંધી હિમાંશુએ પોતાના હાથમાં પાઇપ લઇ ફરીયાદીને પાઇપ માથાના ભાગે મારતાં લોહી નીકળવા લાગ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ દરમ્યાન ગાંધી હીમાંશુની સાથે ગાંધી અનિલભાઇએ પણ અન્ય ઇસમો સામે દોડી આવી રીક્ષાના આગળનો કાચ તોડી નાંખ્યો હતો. આ સાથે મારામારી કરતાં ફરીયાદએ બુમાબુમ કરશહતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાને લઇ ફરીયાદીએ બે ઇસમ સામે મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંને ઇસમ સામે આઇપીસી 323, 504, 427, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.