મહેસાણા: પાલિકાની ડમ્પિંગ સાઇડમાં લાગેલી આગ કંટ્રોલ બહાર જતા અફરાતફડી

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા નગરપાલિકાની ડમ્પિંગ સાઇડમાં શનિવારે અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સવારે ૧૦ થી ૧૧ ના ગાળામાં લાગેલી આગ બપોરે ત્રણ વાગ્યા સુધી પણ કંટ્રોલમાં આવી નથી.નગરપાલિકાના ત્રણ ફાયર ફાયટરો સહિતની ટીમ આગ ઉપર કાબુ મેળવવા ચાર કલાકથી મથી રહી છે. ભારે જહેમતને અંતે પણ આગ ઉપર કાબુ નહી મળતા દોડધામ
 
મહેસાણા: પાલિકાની ડમ્પિંગ સાઇડમાં લાગેલી આગ કંટ્રોલ બહાર જતા અફરાતફડી

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા નગરપાલિકાની ડમ્પિંગ સાઇડમાં શનિવારે અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સવારે ૧૦ થી ૧૧ ના ગાળામાં લાગેલી આગ બપોરે ત્રણ વાગ્યા સુધી પણ કંટ્રોલમાં આવી નથી.નગરપાલિકાના ત્રણ ફાયર ફાયટરો સહિતની ટીમ આગ ઉપર કાબુ મેળવવા ચાર કલાકથી મથી રહી છે. ભારે જહેમતને અંતે પણ આગ ઉપર કાબુ નહી મળતા દોડધામ તેજ બની છે.

મહેસાણા: પાલિકાની ડમ્પિંગ સાઇડમાં લાગેલી આગ કંટ્રોલ બહાર જતા અફરાતફડીમહેસાણાના શોભાસણ રોડ ઉપર આવેલ નગરપાલિકાની ડમ્પિંગ સાઇડમાં શનિવારે સવારે ૧૧ વાગ્યા આસપાસ અચાનક આગ લાગી હતી. ભારે પવનના કારણે આગ ઘડીવારમાં સમગ્ર સાઇટમાં ફેલાઇ ગઇ હતી. જેની જાણ પાલિકાના ફાયર ફાયટરને કરતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવી છે.મહેસાણા: પાલિકાની ડમ્પિંગ સાઇડમાં લાગેલી આગ કંટ્રોલ બહાર જતા અફરાતફડીસુત્રોએ જણાવ્યુ હતુ કે, આગ લાગ્યાથી લઇ બપોરના ત્રણ વાગ્યા સુધી ત્રણથી વધુ ફાયટરો આગ ઓલવવા મથી રહયા છે. પાલિકાની ટીમ આગ ઉપર કાબુ મેળવવા નિષ્ફળ જઇ રહી હોવાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા સત્તાધીશોએ વધુ ફાયર ફાયટર બોલાવવા સહિતની દોડધામ શરૂ કરી છે.