મહેસાણાઃજિલ્લામાં એક જ દિવસમાં પાંચ ચોરીઓ નોંધાઈ, ચોરો પોલીસ પકડથી દૂર

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા ભમ્મરીયાનાળા પાસે બેગમાં મુકેલ 2,10,000ની ચોરી મહેસાણા શહેર બીડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર રમેશચંદ્ર રામસુમેર કરીયાણું લેવા ભમ્મરિયાનાળા પાસે ગયા હતા. જ્યાં પોતાની ગાડીમાં મુકેલ બેગની અંદર 2,10,000 હતા. જે બેગ ગાડીમાં જ મુકી કરીયાણું લેવા બહાર નીકળ્યા હતા પરંતુ દરવાજાનું લોક મારવાનું ભૂલી જતા અજાણ્યો ચોર રુપિયા ભરેલી બેગ
 
મહેસાણાઃજિલ્લામાં એક જ દિવસમાં પાંચ ચોરીઓ નોંધાઈ, ચોરો પોલીસ પકડથી દૂર

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા ભમ્મરીયાનાળા પાસે બેગમાં મુકેલ 2,10,000ની ચોરી

મહેસાણા શહેર બીડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર રમેશચંદ્ર રામસુમેર કરીયાણું લેવા ભમ્મરિયાનાળા પાસે ગયા હતા. જ્યાં પોતાની ગાડીમાં મુકેલ બેગની અંદર 2,10,000 હતા. જે બેગ ગાડીમાં જ મુકી કરીયાણું લેવા બહાર નીકળ્યા હતા પરંતુ દરવાજાનું લોક મારવાનું ભૂલી જતા અજાણ્યો ચોર રુપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો.

શહેરમાંથી બે બાઈકની ચોરી

મળતી માહિતી અનુસાર દિનેશભાઈ અંબાલાલ પટેલે પોલીસને આપેલી ફરિયાદ મુજબ રાજકમલ પેટ્રોલપંપની પાછળ પોતાની રહેણાંક સોસાયટી આગળ પોતાની માલિકીનું બાઈક પાર્ક કર્યું હતું. જેની કિ.રૂ.20,000નું અજાણ્યો ચોર ઈસમ ચોરી જતાં એફઆઈઆર થવા પામી છે. જેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

જ્યારે બીજી ઘટનામાં પટેલ કિંતનકુમાર ભરતભાઈનું બજાજ પલ્સર બાઈક પાલાવાસણા જનપથ હોટલ સામે પાર્ક કરેલ હતું. જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો.

મોઢેરામાંથી 4.50 લાખનું પીકઅપ ડાલુ ચોરાયું

મોઢેરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ આધારે સિન્ધી હાજીરમીયાં જહાગીરમીયાં રહે.મોઢેરા સિન્ધીવાસ, તા.બેચરાજીનું પીકઅપ ડાલુ જેની કિ.રૂ.4,50,000ની કોઈ અજાણ્યો ચોર ચોરી જતાં ફરિયાદીએ પોલીસ ફરીયાદ આપી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેની તપાસ એએસઆઈ ઘેમરભાઈ ચલાવી રહ્યા છે.

વિસનગરમાંથી 50 હજારના બાઈકની ચોરી

વિસનગર શહેર પોલીસ મથકમાંથી નોંધાયેલ ફરિયાદ અનુસાર 50,000નું વિસનગરના દલાલ સ્ટોકના પાર્કીંગમાંથી બાઈક ચોરાયું હતું. અજાણ્યા ચોર સામે બાઈક માલિક સેનમા સતિષકુમાર બાબુભાઈ રહે.વિસનગર દ્વારા ફરિયાદ નોંધાવી હતી.