આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર મહેસાણા દ્વારા વાહન આરમોડા જીપ ગાડી નં.જી.જે-૦૨-જી.૨૯૪ (આરમેડા મહેન્દ્રા) મોડેલ-૧૯૯૮ ના વેચાણ માટે ભાવપત્રકો મંગાવવાના થાય છે.સદર વાહનની અપસેટ વેલ્યુ રૂ.૩૦,૦૦૦ રાખવામાં આવેલ છે. જૈ પૈકીના ભાવો મંજુર થાય તેઓએ ધારા ધોરણ મુજબ જી.એસ.ટીના ભાવે નાણાં અલગથી ભરવાના રહેશે.સદર વાહનની ખરીદી માટે રસ ધરાવતી પાર્ટી-પેઢીએ કચેરી સમય દરમિયાન મદદનીશ કમિશ્નરશ્રીની કચેરી,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બ્લોક નં-૪,બહુમાળી ભવન રાજમહેલ કમ્પાઉન્ડ મહેસાણા ખાતે કચરીનું સદર વાહન નિરીક્ષણ કરી બંધ કવરમાં ભાવ તારીખ ૦૫-૦૪-૨૦૧૯ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. કવર ઉપર આરમેડા મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા જીપ ગાડી-જી.જે- ૦૨જી.૦૨૯૪ ના ભાવો તેમ દર્શાવવાનું રહેશે. તારીખ ૦૫ એપ્રિલ ૨૦૧૯ બાદ મેળવવામાં આવેલ કવરો ધ્યાને લેવાશે નહિ વધુ માહિતી માટે કચેરી ખાતે તેમજ સંપર્ક નંબર ૦૨૭૬૨-૨૨૧૫૧૭નો સંપર્ક કરવાનો રહેશે. તેમ મદદનીશ ખોરાક અને ઔષદ નિયમન તંત્ર મહેસાણાએ જણાવ્યું છે.

23 Sep 2020, 7:05 AM (GMT)

COVID-19 Global Stats

31,788,295 Total Cases
975,555 Death Cases
23,404,190 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code