મહેસાણા: લોકસભા ચુંટણી પહેલા કર્મચારીઓ માટે ઘડાઘડ 7 મું પગારપંચ

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નિતીન પટેલે શુકવારે મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે રાજયના કૃષિ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ, સરકારી મેડીકલ અને ડેન્ટલ કોલેજોના કર્મચારીઓને ૭ માં પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. નિતિન પટેલે મહેસાણા ખાતે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર ઘ્વારા રાજયના બધી જ કેડરના
 
મહેસાણા: લોકસભા ચુંટણી પહેલા કર્મચારીઓ માટે ઘડાઘડ 7 મું પગારપંચ

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નિતીન પટેલે શુકવારે મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે રાજયના કૃષિ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ, સરકારી મેડીકલ અને ડેન્ટલ કોલેજોના કર્મચારીઓને ૭ માં પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરી છે.

નિતિન પટેલે મહેસાણા ખાતે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર ઘ્વારા રાજયના બધી જ કેડરના તમામ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપી દેવામાં આવ્યો છે. રાજય સરકારની જુદી-જુદી યુનિવર્સિટીઓ કે જેમાં વિધાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. એ યુનિવર્સિટીના પ્રોફેસરો અને નોન ટીચિંગ સ્ટાફને પણ સાતમા પગારપંચનો લાભ આપવામાં આવ્યો છે.

રાજય સરકારની કૃષિ વિભાગ હસ્તકની જે કૃષિ યુનિવર્સિટીઓ છે તેના પ્રાધ્યાપકો અને બિન શૈક્ષણિક સ્ટાફ તરફથી મુખ્યમંત્રી અને કૃષમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં શુકવારે રાજય સરકારે કૃષિ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓને ૧-૪-ર૦૧૯થી ૭ મા પગારપંચનો લાભ મળશે તેવી જાહેરાત કરી છે. જોકે તેમના એરીયર્સ વિશે અલગથી નિર્ણય કરવામાં આવશે તેવું પણ નિતિન પટેલે જણાવ્યુ હતુ.

વધુમાં રાજય સરકાર ઘ્વારા ચલાવાતી મેડીકલ કોલેજો અને ડેન્ટલ કોલેજોના પાધ્યાપકો,સહ પાધ્યાપકો,મદદનીશ પાધ્યાપક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને પણ ૭ માં પગારપંચનો લાભ આપવામાં આવશે.

મહત્વનુ છે કે, રાજય સરકારની ગ્રાન્ટેડ સંસ્થાઓના તમામ કર્મચારી અને શિક્ષકો, એસ.ટી. વિભાગના ૪૫,૦૦૦ કર્મચારીઓ, કૃષિ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ,રાજય સરકારની પોતાની મેડીકલ કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને ૧-૪-ર૦૧૯થી ૭ માં પગારપંચનો લાભ આપવાનું નિતિન પટેલે જાહેર કર્યુ છે.