રાજકારણ: કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ સફળ, અલ્પેશ ઠાકોર પાટણથી લોકસભા લડે તેવી શકયતા

અટલ સમાચાર,પાટણ લોકસભા ચૂંટણીના દિવસો જેમ-જેમ નજીક આવી રહયા છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શુકવારે ગુજરાત કોંગ્રેસના માણવદર સીટના ધારાસભ્ય જવાહર ચાવડાએ એકાએક રાજીનામું આપતા કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. તો વળી, કોંગ્રેસ માટે સારા સમાચાર તો એ બન્યા કે, બે દિવસથી રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જશે
 
રાજકારણ: કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ સફળ, અલ્પેશ ઠાકોર પાટણથી લોકસભા લડે તેવી શકયતા

અટલ સમાચાર,પાટણ

લોકસભા ચૂંટણીના દિવસો જેમ-જેમ નજીક આવી રહયા છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શુકવારે ગુજરાત કોંગ્રેસના માણવદર સીટના ધારાસભ્ય જવાહર ચાવડાએ એકાએક રાજીનામું આપતા કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. તો વળી, કોંગ્રેસ માટે સારા સમાચાર તો એ બન્યા કે, બે દિવસથી રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જશે તે અટકળો વચ્ચે શુકવારે અલ્પેશે દિલ્હી ખાતે રાજીવ સાતવ અને અહેમદ પટેલ સાથે ગુપ્ત બેઠક કરી હતી. જોકે તે બેઠકમાં તેમને સ્પષ્ટ કરી દીધુ હતુ કે તે ભાજપમાં જવાના નથી.

ઓબીસી નેતા અને રાધનપુર બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કેટલીક બાબતોને લઇને પાર્ટી છોડવાના સંકેત આપતાં રાજકીય હલચલ મચી હતી. જોકે મોવડી મંડળે તાત્કાલિક ધોરણે ડેમેજ કંટ્રોલ કરતાં સ્થિતિ વણસતી બચી જવા પામી છે. અલ્પેશ ઠાકોરે શુકવારે પ્રભારી રાજીવ સાતવ અને અહેમદ પટેલ સાથે ગુપ્ત બેઠક કરી હતી. છેવટે સમાધાન થતાં પાર્ટી નહીં છોડવાનો સંકેત કર્યો છે. અલ્પેશ ઠાકોર પાટણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા મામલે સહમતી સધાઇ છે અને તેઓ ચૂંટણી લડશે તેવુ સુત્રો તરફથી માહિતિ મળી રહી છે.