મહેસાણા વનવિભાગની માટી ચોરીના વિવાદ અંગે ખાણ-ખનીજની તપાસ શરુ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા વનવિભાગ દ્વારા ગત દિવસોએ વૃક્ષ ઉછેરમાં માટી ચોરી કર્યાની ફરિયાદ ઉઠી હતી. જે અંગે અટલ સમાચારના વિસ્તૃત અહેવાલને પગલે મૂળ સુધી જવા જિલ્લા ખાણ-ખનીજ એકમે તપાસના આદેશ કર્યા છે. વન વિભાગે જોગવાઈઓ બાજુ પર રાખી માટી લીધાની રજૂઆતો આવી હતી. મહેસાણા જિલ્લા વનવિભાગની ગત દિવસોની વૃક્ષ ઉછેરની કામગીરીને લઈ છેલ્લા કેટલાક
 
મહેસાણા વનવિભાગની માટી ચોરીના વિવાદ અંગે ખાણ-ખનીજની તપાસ શરુ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા વનવિભાગ દ્વારા ગત દિવસોએ વૃક્ષ ઉછેરમાં માટી ચોરી કર્યાની ફરિયાદ ઉઠી હતી. જે અંગે અટલ સમાચારના વિસ્તૃત અહેવાલને પગલે મૂળ સુધી જવા જિલ્લા ખાણ-ખનીજ એકમે તપાસના આદેશ કર્યા છે. વન વિભાગે જોગવાઈઓ બાજુ પર રાખી માટી લીધાની રજૂઆતો આવી હતી.

મહેસાણા જિલ્લા વનવિભાગની ગત દિવસોની વૃક્ષ ઉછેરની કામગીરીને લઈ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદો ઉભા થયા છે. માટી ખનીજ સંપત્તિ હોઈ ખાણ-ખનીજની જોગવાઈઓનું પાલન નહિ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી. આ તરફ પ્રાથમિક પડતાલને પગલે મહેસાણા ખાણ-ખનીજે માટીચોરીને લઈ તપાસના આદેશ આપ્યા છે. આથી આગામી દિવસોએ મહેસાણા જિલ્લા ખાણ-ખનીજ અને વનવિભાગની ગતિવિધિ તેજ બને તેવી વકી છે.