મહેસાણા: પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી બરતરફ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને વધુ એક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી વિપુલ ચૌધરીને બરતરફ કરવામાં આવ્યા છે. દૂઘસાગર ડેરીનાં પૂર્વ ચેરમેન અને દૂધસાગર ડેરી મામલે અનેક કૌભાંડોમાં પણ જેમની સામે આક્ષેપો થયેલા તે વિપુલ ચૌધરીને જિલ્લા રજિસ્ટ્રાર ગાંધીનગર દ્વારા બરતરફીનો હુકમ
 
મહેસાણા: પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી બરતરફ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને વધુ એક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી વિપુલ ચૌધરીને બરતરફ કરવામાં આવ્યા છે. દૂઘસાગર ડેરીનાં પૂર્વ ચેરમેન અને દૂધસાગર ડેરી મામલે અનેક કૌભાંડોમાં પણ જેમની સામે આક્ષેપો થયેલા તે વિપુલ ચૌધરીને જિલ્લા રજિસ્ટ્રાર ગાંધીનગર દ્વારા બરતરફીનો હુકમ કરાયો છે. ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી વિપુલ ચૌધરીને બરતરફ કરાતા હવે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી નહીં લડી શકે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી વિપુલ ચૌધરીને બરતરફ કરાતા હવે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી નહીં લડી શકે. નોંધનિય છે કે, અગાઉ વિપુલ ચૌધરી સાગર દાણ કૌભાંડમાં તેમને રૂ.9 કરોડ ભરવાનો આદેશ આપવામાં આવેલ. અશોક ચૌધરીએ એવો આરોપ લગાવ્યો હતો કે, વિપુલ ચૌધરીએ ડેરીના કર્મચારીઓને વધારાના બે પગાર પ્રોત્સાહન પેટે આપી રૂ.12 કરોડનું ચુકવણું કર્યું હતું. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગરદાણ કૌભાંડના 9 કરોડ જમા કરાવાના હતા તે રકમ ભરપાઈ કરી છે.