મહેસાણા: 2.19 લાખ APL-1 રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના કુલ 2,79,993 રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે અગ્રતા ધરાવતાં કુટુંબો અને અંત્યોદય કુટુંબો પૈકી તારીખ 1 એપ્રિલથી 8 એપ્રિલ દરમ્યાન 99.31% એટલે કે કુલ 2,78,064 કુટુંબોને વિના મુલ્યે ઘઉં, ચોખા, ખાંડ, ચણાદાળ અને આયોડાઇઝ મીઠાનું વિતરણ પૂર્ણ કરવામાં આવેલ છે. જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની
 
મહેસાણા: 2.19 લાખ APL-1 રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના કુલ 2,79,993 રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે અગ્રતા ધરાવતાં કુટુંબો અને અંત્યોદય કુટુંબો પૈકી તારીખ 1 એપ્રિલથી 8 એપ્રિલ દરમ્યાન 99.31% એટલે કે કુલ 2,78,064 કુટુંબોને વિના મુલ્યે ઘઉં, ચોખા, ખાંડ, ચણાદાળ અને આયોડાઇઝ મીઠાનું વિતરણ પૂર્ણ કરવામાં આવેલ છે. જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો કે જેઓ APL-1 કેટેગરીના રેશનકાર્ડ ધરાવે છે અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદોમાં જેમનો સમાવેશ થયેલો નથી તેવા લાભાર્થીઓને અનાજ મળનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લા કલેકટરે જણાવ્યુ હતુ કે, જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવેશ થયેલ ન હોય તેવા APL-1 કેટેગરીના 2,19,365 રેશનકાર્ડ ધારકોના 8,97,641 લાભાર્થીઓને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. APL-1 કેટેગરીના રેશનકાર્ડ ધારકોને તેમના 15 આંકડાના રેશનકાર્ડ નંબરના છેલ્લા આંકડાના આધારે તારીખવાર વિતરણ કરાશે જેનાથી લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થઇ શકે.

મહેસાણા: 2.19 લાખ APL-1 રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે

જિલ્લા કલેકટર એચ.કે.પટેલે ઉમેર્યું હતું કે, Non-NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડના છેલ્લા આંકડા મુજબ જાહેર કરેલ તારીખે પોતાના રેશનકાર્ડમાં દર્શાવેલ વ્યાજબી ભાવની દુકાને આધારકાર્ડ અને રેશનકાર્ડના પુરાવા બતાવી અનાજ મેળવવાનું રહેશે. દરેક Non-NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને કુટુંબ દીઠ ઘઉં 10 કિ.ગ્રા, ચોખા 3 કિ.ગ્રા, ખાંડ 1 કિ.ગ્રા અને દાળ 1 કિ.ગ્રાનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે દરેક Non-NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને અપીલ કરી હતી કે જો અનાજની જરૂર ન હોય તો તેઓ પોતાનો લાભ જતો કરી અન્ય ગરીબ વ્યક્તિઓને જથ્થો પહોંચાડવામાં મદદરૂપ થવા ખાસ અનુંરોધ કરાયો હતો.

સરકારે વધુ લાભાર્થીઓનો સમાવેશ કરવા Non-NFSA BPL કુટુંબોને અનાજ ફાળવવાનો નિર્ણય લીધેલ છે જે અન્વયે અત્રેના મહેસાણા જિલ્લામાં કુલ Non-NFSA BPL કુટુંબો-6061 પૈકી 4257 કુટુંબોને ખાંડ તથા મીઠાના મળવાપાત્ર જથ્થા ઉપરાંત વ્યક્તિદીઠ 3.5 કિ.ગ્રા ઘઉં, 1.5 કિ.ગ્રા ચોખા તેમજ કુટુંબદીઠ 1 કિ.ગ્રા ચણા દાળ વિના મૂલ્યે આપવામાં આવેલ છે.