મહેસાણાઃ નિરાધાર બહેનોની મદદે નિઃશુલ્ક સેવા આપી માનવતાની જ્યોત પ્રગટાવતું ટ્રસ્ટ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) મહેસાણા જિલ્લાની વિધવા બહેનો પોતાના પતિના ગયા પછીનું જીવન આધાર વિનાનું બની જતું હોય છે. જેનુ દુઃખ એક નિરાધાર વ્યક્તિ જ જાણી શકે છે. આવા દુઃખના સમયમાં સરકારી કચેરીઓના લાભો મેળવવા તેમના માટે અતિમુશ્કેલ બની રહેતા હોય છે. પતિની છત્રછાયામાં રહેલી એક સ્ત્રી પોતે પરિવારની સાર-સંભાળમાં બહારના કામોનો અનુભવ પણ
 
મહેસાણાઃ નિરાધાર બહેનોની મદદે નિઃશુલ્ક સેવા આપી માનવતાની જ્યોત પ્રગટાવતું ટ્રસ્ટ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

મહેસાણા જિલ્લાની વિધવા બહેનો પોતાના પતિના ગયા પછીનું જીવન આધાર વિનાનું બની જતું હોય છે. જેનુ દુઃખ એક નિરાધાર વ્યક્તિ જ જાણી શકે છે. આવા દુઃખના સમયમાં સરકારી કચેરીઓના લાભો મેળવવા તેમના માટે અતિમુશ્કેલ બની રહેતા હોય છે. પતિની છત્રછાયામાં રહેલી એક સ્ત્રી પોતે પરિવારની સાર-સંભાળમાં બહારના કામોનો અનુભવ પણ હોતો નથી. આવી સ્થિતિમાં કોઈપણ કામ પતિની હયાતી ન હોવાથી સરકારી યોજનાકીય લાભો માટે પણ નિરાધાર બની જતી હોય છે.

મહેસાણાઃ નિરાધાર બહેનોની મદદે નિઃશુલ્ક સેવા આપી માનવતાની જ્યોત પ્રગટાવતું ટ્રસ્ટ

જોકે, આ બહેનો માટે મહેસાણામાં કામ કરતું “નવજીવન નિરાધાર ટ્રસ્ટ” એક પણ રૂપિયાની ફી લીધા વિના મદદરૂપ બની રહી છે. કચેરીઓમાં કાગળો લઈ આમતેમ ધક્કા ખાતી કોઈ નિરાધાર બહેન ટ્રસ્ટના પ્રમુખ જગાજી ઠાકોરના ધ્યાને આવે કે તુરંત મદદ કરી આપે છે. માત્ર જરૂરી ડોક્યુમેન્ટ લઈ ફોર્મ ભરવાથી લઈ સહાય ચુકવાય ત્યાં સુધી નિરાધાર બહેનોને માર્ગદર્શન પુરુ પાડી આપે છે.

આ ટ્રસ્ટ નિરાધાર બહેનોના ખોરાકીય જરૂરિયાતો, તેમના બાળકોના શિક્ષણની કીટ પણ પુરી પાડે છે. અને દર વર્ષે દાતાઓનું સન્માન તેમજ વિવિધ પ્રોગ્રામો દ્વારા વધુને વધુ બહેનોને જોડવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. આ ટ્રસ્ટની નિરાધાર બહેનોને મદદ મળી રહી હોવાથી દાતાઓ પણ હાથખુલ્લા મુકી દાન આપી રહ્યા છે. જ્યારે ટ્રસ્ટના પ્રમુખ જગાજી ઠાકોર અને યુવા અધ્યક્ષ સંદિપજી ઠાકોરના સફળ સંચાલનને વિધવા બહેનો વખાણી રહ્યા છે.