attack
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

લાખવડ રોડઃ સમાધાન કરાવનાર ઉપર ધારીયાથી હૂમલો

મહેસાણા એડીવીઝનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર આરોપીઓ આ કામના આરોપીઓ ઠાકોર ચિરાગ ઉર્ફે ચિલ્લો, ઠાકોર શૈલેષ ઉર્ફે મન્સો, રાવળ રાજેશભાઇ રમેશભાઇ ત્રણેય રહે. ઇન્દિરા નગર લાખવડ રોડ મહેસાણાવાળાઓએ ઝઘડો કર્યો હતો. જેમાં ફરીયાદી નરેન્દ્રસિંહ ભુરસિંહ ચૌહાણ રહે.ઈન્દિરાનગર સાંઈબાબા મંદિરની પાસે લાખવડ રોડ-મહેસાણા બન્ને વચ્ચે સમાધાન કરાવવા જતાં આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યા હતા. અને ગડદાપાટુ તથા ધોકાથી મારમારી ફરિયાદીના ડાબા હાથના પંજા ઉપર ધારીયુ મારી ઇજા પહોંચાડી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

college danodarada

સર્વોદય બેંક પાસે મારી સામે શું જોવે છે કહી માથામાં તિક્ષ્ણ હથિયાર ફટકાર્યું

મહેસાણા બીડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર પટેલ સ્મિત કનુભાઈ આશારામ સર્વોદયબેંક ભમ્મરીયા નાળા પાસે ઉભા હતા. જ્યાં આરોપી પટેલ અજીત જ્યંતીલાલ, પટેલ તુષાર અજીતભાઈ બન્ને રહે.રાધેશ્યામ સોસાયટી, ટી.બી.રોડવાળા તેમજ દિનેશ હવેલીનો ભાણો લાલો રહે.ડી.બી.રોડ મહેસાણાવાળાઓ ફરિયાદીને કહેલ કે તુ કેમ અહી ઉભો છે મારી સામે શું જોઇ રહયો છે. આમ કહી ગાળો બોલવા લાગ્યા તેમજ ગડદાપાટુનો મારમારી જીવલેણ તિક્ષ્ણ હથિયારથી પટેલ સ્મિતના માથા ઉપર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીનો કાચ તોડવા બાબતે ગુનો નોંધાયો છે. જેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

બજરંગપુરા (કટોસણ)માં મહિલાના માથામાં પાવડો માર્યો

સાંથલ પોલીસ મથકે દક્ષાબેન વનરાજજી ઠાકોરે નોંધાવેલ ફરિયાદ મુજબ પોતે કપડાં ધોતા હતા જ્યારે તેના દિકરા પાણીની કુંડીમાં નાહ્તા હતા. આ દરમિયાન આરોપી ઠાકોર શારદાબેન ભીખાજી તથા ઠાકોર રોહિતજી ભીખાજી રહે.બજરંગપુરા (કટોસણ) વાળાઓએ ન્હાવા બાબતની નજીવી બાબતે ઝઘડો કર્યો હતો. અને ફરિયાદીને માથામાં ઊંધો પાવડો મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.

દિતાસણમાં ચાર લોકોનો જાનલેવા હૂમલો

maramari mehsana

લાંઘણજ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપીઓ (૧) ઠાકોર રોહીતજી કાન્તીજી (૨) ઠાકોર સુરેશજી વરસંગજી (૩) ઠાકોર લાલાજી વરસંગજી (૪) ઠાકોર રમણજી ચેહરાજી રહે. તમામ દીતાસણ તાજી મહેસાણાવાળાઓએ ફરિયાદી ઉપર જાનલેવા હૂમલો કર્યો છે. જે અંગે ફરિયાદી ઝાલા અજયસિંહ બળદેવસિંહે લાંઘણજ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપીઓએ પોતાની ગાડી ઉભી રખાવી પાછળના ભાગે બારીને પાઇપ મારી કાચ તોડી નાખ્યો હતો. તેમજ ધારીયાથી હૂમલો કરતાં આંખ ઉપર કપાળના ભાગે ઇજા પહોંચી હતી. આ ઉપરાંત માથામાં પાઈપ, બરડા ઉપર લાકડીઓ ગંભીર ઈજાઓ પહોંચાડી છે. જે અંગે ચાર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા ધોકા, ખુરશીનો માર પડ્યો

વિજાપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદની ટુંકી વિગત અનુસાર જયેશ ચંદ્રકાન્તભાઈ પટેલે આરોપીઓને કેટલાક સમય અગાઉ ઉછીના પૈસા આપેલ હતા. જેની માંગણી કરતાં આરોપી પટેલ વિનોદ ઉર્ફે ભાણો ચીમનલાલ, પટેલ માશુક ઉર્ફે પિન્ટુ શૈલેષભાઈ રહે.ગેરીતા બંન્ને જણા ઉશ્કેરાઈ ગયા હતા. અને ઝપાઝપી કરી શરીર ઉપર ધોકા અને માથામાં લોખંડની ખુરશી મારી હતી. જે અંગેનો પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code